• રવિવાર, 25 જાન્યુઆરી, 2026

ખાવડા પાસેથી પાકિસ્તાની ઘૂસણખોર ઝડપાયો

ભુજ, તા. 24 : સામે પારથી ઘૂસણખોર ઝડપાયા બનાવો વધી રહ્યા છે. હાલમાં જ સમયાંતરે ખડીર બાજુ બે પ્રેમીપંખીડા પકડાયાના બનાવો બાદ ગઈકાલે ખાવડા બાજુ એક પાકિસ્તાની ઘૂસણખોરને સીમાસુરક્ષા દળે ઝડપી પાડયાનું સામે આવ્યું છે. માનસિક રીતે અસ્વસ્થ અને કંઈ બોલતું ન હોવાનું હાલના તબક્કે સામે આવ્યું છે. આ અંગે બીએસએફ અને પોલીસ સૂત્રો પાસેથી મળેલી જાણકારી મુજબ ગઈકાલે સવારે આઠથી નવ વાગ્યાના અરસા સીમા સુરક્ષા દળના જવાનોને પીલર નં. 1076-1077 વચ્ચેથી એક આધેડ ઉપરના પાકિસ્તાની ઘૂસણખોરને ઝડપી પાડયો હતો. બીએસએફએ પ્રાથમિક પૂછતાછ કરતા તે કંઈ જ બોલતો નહતો. આ શખ્સ, માનસિક રીતે અસ્વસ્થ લાગી રહ્યો છે. તેની પાસેથી કોઈ જ આઈડી પ્રૂફ કે અન્ય સંદિગ્ધ વસ્તુ મળી નથી. આ શખ્સની મેડિકલ તપાસણી કરીને ગઈકાલે જોઈન્ટ ઈન્ટ્રોગેશન સેન્ટર (જેઆઈસી)ને સોંપાયો છે. આમ જેઆઈસીમાં વિવિધ એજન્સીઓ તેની પૂછતાછ કરશે અને ત્યાર બાદ આ શખ્સ અંગે વિગતો જાણવા મળશે.  

Panchang

dd