• શનિવાર, 24 જાન્યુઆરી, 2026

કુનરિયામાં આહીર સમાજની 81 ટીમને સાંકળતી ક્રિકેટ ટૂર્ના.નો આરંભ

ભુજ, તા. 23 : કુનરિયા સ્પોર્ટ્સ ક્લબ દ્વારા લગાન ગ્રાઉન્ડ ખાતે 811 ટીમને જોડતી રાત્રિ પ્રકાશ ક્રિકેટ ટૂર્નામેન્ટનો આરંભ થયો હતો. ઉદ્ઘાટન પ્રસંગે ક્રિષ્ના હબાય અને આર. એલ. કન્સ્ટ્રક્શન, સુમરાસર વચ્ચે રમાનારી મેચ પૂર્વે ટોસવિધિ યોજાઈ હતી. ઉદ્ઘાટન સમારોહમાં રૂદ્રાણી જાગીરના મહંત લાલગિરિ બાપુ તથા પ્રગટપાણી અખાડાના મહંત વાલજીદાદા સાથે સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ટૂર્ના.માં આહીર સમાજની કુલ 81 ટીમના અંદાજે 900 ખેલાડી પોતાની પ્રતિભા પ્રદર્શિત કરી રહ્યા છે, દર ચાર વર્ષે આ સ્પર્ધા યોજાય છે. જાણીતા કોમેન્ટેટર પ્રવીણ આહીર અને નવીનગિરિ ગોસ્વામી દ્વારા કોમેન્ટરી કરવામાં આવે  છે. તમામ મેચોનું જીવંત પ્રસારણ `એ ટીવી ક્રિકેટ' પર કરવામાં આવે છે. 

Panchang

dd