ગાંધીધામ, તા. 24 : અહીંની સારસ્વત સહેલી સંસ્થા
દ્વારા કચ્છભરની સારસ્વત બ્રાહ્મણ નારી સંમેલન સંસ્થાના પ્રમુખ બીનાબેન જે. પંડયાના
અધ્યક્ષપદે યોજાયું હતું, જેમાં મુખ્ય
`નારી ઉન્નતિ' વિશે વિવિધ જાણકારી સાથે વિચાર-વિમર્શ કરવામાં
આવ્યા હતા. પ્રારંભ મહેક જોશી દ્વારા કરાયા
બાદ અતિથિઓ દ્વારા દીપ પ્રાગટ્ય કરાયું હતું. સંસ્થાના અધ્યક્ષા બીનાબેન પંડ્યાએ ઉપસ્થિતોને
આવકારી સંમેલનનો હેતુ સ્પષ્ટ કરી સમાજલક્ષી અનેક ભાવિ પ્રોજેક્ટ બાબત વિસ્તૃત સમજણ
આપી હતી અને વેદશાળાઓ વિલુપ્ત થઇ છે તે બદલ દુ:ખ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે,
વેદશાળાઓ ફરીથી પ્રારંભ થાય તેવા પ્રયાસો કરવા જોઈએ. સાથેસાથે વિવિધ
સામાજિક પ્રવૃત્તિઓ માટે અનુરોધ કર્યો હતો. તાલુકાના મહિલા મંડળના પ્રમુખ અને મંત્રી
તૃષાબેન જોશી અને હેતલબેન ચાબડ, જિજ્ઞાબેન જોશી, રિમ્પલબેન પંડ્યા, દક્ષાબેન ધિક્કા, હિનાબેન ટેવાણી, જયશ્રીબેન જોશી, ભક્તિબેન સોનપાર, તૃપ્તિબેન જોશી, ગીતાબેન જોશી, ઉર્મિલાબેન જોશી તેમજ લખપત-અબડાસા તાલુકાની
અગ્રણી બહેનોએ હાજરી આપી હતી. અખિલ કચ્છ સારસ્વત બ્રાહ્મણ મહાસ્થાનના પ્રમુખ ગિરીશભાઈ
ખીયરા, મહામંત્રી વાલજીભાઈ ધિક્કા, ઉપપ્રમુખો
વિશ્વનાથ જોશી, શંકરલાલ ચઠમંધરા, ટ્રસ્ટીઓ
અરાવિંદ જોશી, અશોક પાંધી, પ્રકાશ સોનપાર,
નરેન્દ્ર ખીયેરા, ગૌતમ ગાવડિયા, આશિષ ધતુરિયા, કિશોર જેઠા, સમૂહલગ્ન
સમિતિના કન્વીનર લાભશંકર બોડા, પૂર્વ કચ્છ જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજના
પ્રમુખ હિરેન ખાંડેકા, મંત્રી આશિષ જોશી, ઉપપ્રમુખ ચેતન શિવ, પૂર્વ કચ્છ સમસ્ત બ્રહ્મસમાજના મહિલા
પાંખના પ્રમુખ રચનાબેન જોશી, એસ. આર. સી.ના ડાયરેક્ટ નીલેશ પંડ્યા,
મુંદરા નગરપાલિકાના અધ્યક્ષા રચનાબેન જોશી, માંડવીના
શિક્ષણવિદ્ વસંતબેન સાયલ, ગાંધીધામ તાલુકા સમસ્ત બ્રહ્મસમાજના
પ્રમુખ કીર્તિભાઈ જોશી, ગાંધીધામ-કંડલા કોમ્પ્લેક્સ મહાસ્થાનના
પ્રમુખ મહેન્દ્રભાઈ જોશી, અગ્રણી પ્રણવ જોશીએ હાજરી આપી હતી.
આયોજન સાથે જિલ્લાભરમાંથી બહોળી સંખ્યામાં ઉપસ્થિત બહેનોની હાજરી અને એકતા બિરદાવી
હતી. સંમેલન દરમ્યાન અખિલ કચ્છ મહાસ્થાનના
પ્રમુખ ગિરીશભાઈએ કહ્યું હતું કે, આવા રચનાત્મક કાર્યક્રમો નિરંતર
થતા રહે અને એની ફલશ્રુતિ સારસ્વત જ્ઞાતિને સદાય મળતી રહે તે માટે કાર્યક્રમોમાં નક્કી
થતાં કાર્યોનું અમલીકરણ ભૂલ્યા વગર નિશ્ચિતરૂપથી કરવું જોઈએ. સમારંભમાં યુવા ઉદ્યોગપતિ
પ્રણવ જોશીએ `આપણો સમાજ
અને વ્યવસાય' વિષય અંતર્ગત જ્ઞાતિના
ઈતિહાસથી માંડી યુવાનો વ્યવસાયમાં કઈ રીતે જોડાઈ શકે તે અંગે વિવિધ માધ્યમોની સ્લાઈડ-શો
મારફતે જાણકારી આપી હતી. મુખ્ય દાતા કૃતિકા જોશીને બિરદાવવામાં આવ્યા હતા, જેમાં ડિમ્પલ પાંધી, નેહા જોશી, ખુશાલી જોશી, દીપ્તિ જોશી, અવની
સોનપાર, અવની ધતુરિયા, મિનાક્ષી જોશી,
પૂજાબેન, આરતીબેન જોશી, ખ્યાતિબેન
જોશી, મનીષાબેન, ચારુબેન, ઉર્વશી જોશી, નિરૂપમા પાંધી, રક્ષાબેન,
મંજુલાબેન તમામ બહેનો જોડાયા હતા. સંચાલન તૃપ્તિબેન પાંધી અને મીતાબેન
એ. જોશીએ કર્યું હતું. પ્રતિમાબેન જોશીએ આભાર માન્યો હતો.