જાકાર્તા, તા. 23 : ઇન્ડોનેશિયા માસ્ટર્સ સુપર
પ00 બેડમિન્ટન ટૂર્નામેન્ટમાં ભારતનો
પડકાર સમાપ્ત થયો છે. સ્ટાર શટલર પી વી સિંધુ અને યુવા ખેલાડી લક્ષ્ય સેન ક્વાર્ટર
ફાઇનલની તેમની મેચ હારીને ટૂર્નામેન્ટની બહાર થયા છે. મહિલા સિંગલ્સના અંતિમ-8 રાઉન્ડમાં વિશ્વ નંબર 4 ચીની ખેલાડી ચેન યૂ ફેઇ વિરુદ્ધ પી વી સિંધુનો
13-21 અને 17-21થી પરાજય થયો હતો જ્યારે મેન્સ
સિંગલ્સની ક્વાર્ટર ફાઇનલમાં લક્ષ્ય સેનનો થાઇલેન્ડના ખેલાડી પનિચાફોન તીરારત્સુકલ
વિરુદ્ધ રસાકસી બાદ 18-21 અને 20-22થી પરાજય થયો હતો. આથી લક્ષ્ય
સેનની પણ ઇન્ડોનેશિયા ઓપનની સફર સમાપ્ત થઈ હતી. અત્રે એ ઉલ્લેખનીય રહેશે કે પી વી સિંધુએ
ગઇકાલે પ્રી. ક્વાર્ટર મેચની જીત સાથે કેરિયરની પ00 જીતનો રેકોર્ડ બનાવ્યો હતો. આ રેકોર્ડ મહિલા સિંગલ્સમાં વિશ્વની
ફક્ત 6 ખેલાડી જ કરી શકી છે. પી વી સિંધુ પ00 જીત મેળવનારી ભારતની પહેલી
મહિલા બેડમિન્ટન ખેલાડી બની છે.