• રવિવાર, 25 જાન્યુઆરી, 2026

માંડવી અદાલત દ્વારા નર્મદા યોજના કચેરી વિરુદ્ધ જપ્તી વોરંટ ઈસ્યુ

માંડવી, તા.24 : માંડવી તાલુકાનાની જમીન સંપાદન નર્મદા યોજના તળે કરવામાં આવેલી, જેમાં અરજદાર ખેડૂતો જમીન સંપાદન પુન:સ્થાપન તળે રાજકોટ ઝોનના લેન્ડ રેફરન્સ કેસોમાં ખેડૂતોને રકમો ચૂકવવા વર્ષ-2004માં અલગ-અલગ હુકમો કરવામાં આવેલા, જે રકમો નર્મદા યોજના તળે સરકાર દ્વારા ચુકવણી ન કરતાં સિનિયર સિવિલ જજ(એસ.ડી.), મુંદરા કેમ્પ માંડવી સમક્ષ દીવાની તામીલ કામના અલગ-અલગ અરજદારો કુંવરજી, વિશ્રામ ગાજપરિયા, વાલજી મંગલ સંઘાર, અમૃતલાલ શિવગણ પટેલ, નારાણભાઈ નાનજીભાઈ પટેલ, મણિલાલ કરશનભાઈ પટેલ, મહેન્દ્રકુમાર શાંતિલાલ પટેલ દ્વારા ધાંગધ્રાના એડવોકેટ  જે.એચ. ભટ્ટ, તથા સહયોગી એડવોકેટ વલ્લભભાઈ એસ. વિલાણી દ્વારા દાખલ કરવામાં આવી હતી. નર્મદા યોજનાના અધિકારીઓને નોટિસ બજવણી બાદ હાજર થયેલા અને આ તામીલ દરખાસ્તોની રકમો જમા ન કરાવતા અરજદારના એડવોકેટ દ્વારા ગુજરાત સરકાર તથા ખાસ સંપાદન અધિકારી નર્મદા યોજના ગાંધીધામ તથા કાર્યપાલક ઈજનેર નર્મદા યોજના આદિપુર વિરુદ્ધ જપ્તી રિકવરી વોરંટની અરજી આ છ તામીલ દરખાસ્તોમાં રજૂઆત તથા સુનાવણી કરતા આ નર્મદા યોજના રકમો ન જમા કરાવતા હોય જેથી તેઓ વિરુદ્ધ સિનિયર સિવિલ જજ (એસ.ડી.) દ્વારા રકમો વસૂલવા માટે જપ્તી વોરંટની અરજી મંજુર કરતા આ નર્મદા યોજના કચેરી વિરુદ્ધ જપ્તી વોરંટ ઈસ્યૂ કરવામાં આવેલો છે. કેસમાં અરજદારના એડવોકેટ તરીકે કિરણકુમાર બી. ઓઝા, વલ્લભભાઈ એસ. વેલાણી જે.એચ. ભટ્ટ સાથે સહયોગી એડવોકટ તરીકે પ્રેમીલા એલ. છભાડિયા, સચિન જે. રાજગોર રહ્યા હતા. 

Panchang

dd