• શનિવાર, 29 ઑગસ્ટ, 2026

સોનું થશે સસ્તું ! સરકારની કવાયત

નવી દિલ્હી, તા. 28 : કેન્દ્ર સરકાર સોનાં પર લાગતી કસ્ટમ ઇમ્પોર્ટ ડ્યુટી 15 ટકાથી ઘટાડીને 6 ટકા કરવા માટે ગંભીરતાથી વિચારણા કરી રહી છે. જો સરકાર દ્વારા આ નિર્ણય અમલી બનાવવામાં આવશે, તો દેશના સ્થાનિક સોના-ચાંદી બજારમાં સોનાં અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો નોંધાશે. ઇમ્પોર્ટ ડ્યુટીમાં ઘટાડો થવાથી સ્થાનિક બજારમાં સોનાની આયાત અને ઉપલબ્ધતા વધશે, જેનાથી આગામી તહેવારો અને લગ્નસરાની સિઝનમાં જ્વેલરીની માંગમાં મોટો ઉછાળો આવશે. અગાઉ મે 2026માં વિદેશી મુદ્રા ભંડાર પર વધતા દબાણને ધ્યાનમાં રાખીને સરકારે સોનાં પરની ઇમ્પોર્ટ ડ્યુટી વધારીને 15 ટકા કરી દીધી હતી. તે સમયે સોનાં અને ચાંદીના વધતા આયાત બિલને અટકાવવા અને ગગડતા રૂપિયાના મૂલ્યને સાચવવા માટે આ કડક પગલું ભરવામાં આવ્યું હતું, પરંતુ હાલમાં આર્થિક સ્થિતિ સામાન્ય થતાં સરકાર ફરીથી ઇમ્પોર્ટ ડ્યુટીમાં ઘટાડો કરીને દર ઘટાડવા વિચારી રહી છે. ભારત પોતાની વાર્ષિક જરૂરિયાત પૂરી કરવા માટે દર વર્ષે અન્ય દેશોમાંથી આશરે 700થી 800 ટન સોનાંની આયાત કરે છે. જો ઇમ્પોર્ટ ડ્યુટી 15 ટકાથી ઘટીને 6 ટકા થશે, તો દિલ્હી સર્રાફા બજારમાં હાલમાં પ્રતિ 10 ગ્રામ 1,63,890 રૂપિયાની આસપાસ રહેલા સોનાંના ભાવમાં પ્રતિ 10 ગ્રામે 14,000 રૂપિયાથી વધુનો સીધો કડાકો આવી શકે છે. તેવી જ રીતે 22 કેરેટ સોનાંના ભાવમાં પણ 13,000 રૂપિયાથી વધુનો ઘટાડો થવાની ગણતરી વિજ્ઞાનીઓ દ્વારા કરવામાં આવી રહી છે. આ ઉપરાંત આ નિર્ણયથી સોનાંની ગેરકાયદે તસ્કરી પર પણ મોટો લગામ લાગશે. સોનાં અને ચાંદીના સ્થાનિક ભાવ ઘટવાની સાથે ગોલ્ડ અને સિલ્વર ઊઝના ભાવમાં પણ ઘટાડો જોવા મળશે. બજારના નિષ્ણાતો અને આર્થિક વિજ્ઞાનીઓની સલાહ મુજબ, જો ઇટીએફના ભાવમાં ઘટાડો થાય તો રોકાણકારો માટે તે નવી ખરીદી કરવાનો એક શ્રેષ્ઠ સમય અને તક સાબિત થઈ શકે છે. આથી રોકાણકારોએ ઘટેલા ભાવનો લાભ લઈને તબક્કાવાર ખરીદી કરવાની વ્યૂહરચના અપનાવવી જોઈએ.

Panchang

dd