• શનિવાર, 29 ઑગસ્ટ, 2026

મહિલાઓ ઘર આંગણે શાકભાજીનું ઉત્પાદન કરશે તો પરિવારનું આરોગ્ય જળવાશે

ગાંધીધામ, તા. 28, ગાંધીધામ કોલેજીએટ બોર્ડ સંચાલિત અંજના-હાજરી કોમ્યુનિટી ડેવલપમેન્ટ સેન્ટર અને દીનદયાલ મહિલા સશક્તિકરણ કેન્દ્રના સંયુક્ત ઉપક્રમે બે દિવસીય શાકભાજી તથા ફળ પરિરક્ષણ તાલીમ વર્ગનું આયોજન કરાયું હતું. ભુજ બાગાયતી વિભાગના નાયબ નિયામકના માર્ગદર્શન હેઠળ યોજાયેલા કાર્યક્રમમાં 28 મહિલાઓએ ભાગ લીધો હતો. મોનિકા પાટીદાર દ્વારા ઋતુગત મળતા ફળો અને શાકભાજીમાંથી વિવિધ અથાણાં, જામ, જેલી, સરબત બનાવવા અને તેને બાર મહીના સાચવવાની રીત અંગે નિદર્શન સાથે માર્ગદર્શન આપ્યું હતું. કિચન ગાર્ડન અંગે પણ તાલીમ અપાઈ હતી. તાલીમાર્થીઓને પાલક, ટામેટા, મરચા અને દૂધીનું બિયારણ આપવામાં આવ્યું હતું. દીનદયાલ મહિલા સશક્તિકરણના મુખ્ય અધિકારી કુ. રીનાબેન રબારી દ્વારા આર્થિક સહયોગ આપવામાં આવ્યો હતા. તેમણે આશા વ્યકત કરી હતી. કે મહિલાઓ ઘર અંાગણે શાકભાજીનું  ઉત્પાદન કરશે તો ઘરના સભ્યોના આરોગ્યની જાળવણી સાથે બીમારીમાં આવતો ખર્ચ પણ નહીવત થશે. પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર પ્રો. નીમેશ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, તાલીમ બાદ બહેનો કચ્છી મેવો, ખારેક અને કેસર કેરીના પરિરક્ષણથી રોજગારી મેળવી શકે છે. આયોજન નયનાબેન ભટ્ટે સંભાળ્યું હતું, જ્યારે રીતાબેન સોલંકીએ આભાર વ્યક્ત કર્યો હતો. જાગૃતિબા વાઘેલા, અર્પિતા મકવાણા અને કિર્તીબેન રાયવારા સહયોગી બન્યા હતાં.

Panchang

dd