નવી દિલ્હી, તા. 28 : રાષ્ટ્રીય
સ્વયંસેવક સંઘને 100 વર્ષ પૂર્ણ
થવાના ઉપલક્ષ્યમાં `ગ્લોબલ આઉટરીચ
પ્રોગ્રામ'નું ન્યૂયોર્કમાં મેડિસન
સ્કવાયર ગાડર્નમાં આવતીકાલે શનિવારે એક કાર્યક્રમ રખાયો છે. આ કાર્યક્રમ માટે સંઘના
સરસંઘચાલક મોહન ભાગવત અમેરિકાના પ્રવાસે ગયા છે. વૈશ્વિક સોહાર્દ અને સાર્વભૌમિક એકતાના
ઉત્સવની થીમ પર યોજાનારા આ કાર્યક્રમમાં લગભગ પ000 લોકો ભાગ લેવાના છે. સંઘવડાની
હાજરીને લઈને ભારતથી લઈને અમેરિકી રાજકારણ ગરમાયું છે. વિશ્વની નજર આ કાર્યક્રમમાં
મોહન ભાગવત શું ઉદ્બોધન કરશે તેના પર મંડાયેલી છે. જૂના અખાડાના મહામંડલેશ્વર સ્વામી
અવધેશાનંદગિરિ સહિત દુનિયાની ગણમાન્ય વ્યક્તિઓએ આ આયોજનને સમર્થન આપ્યું છે, જ્યારે અખિલેશ યાદવે ભાગવતની આ વિદેશયાત્રા
અંગે વિરોધાભાસી પ્રશ્નો કર્યા છે. બીજી બાજુ ન્યૂયોર્કના મેયર મમદાનીએ પણ વિરોધ વ્યક્ત
કર્યો છે.