• શનિવાર, 29 ઑગસ્ટ, 2026

પાકિસ્તાનનો 110 રનમાં કડૂસલો

લંડન, તા.28: ઇંગ્લેન્ડ વિરુદ્ધ બીજી ટેસ્ટના પહેલા દાવમાં પાકિસ્તાન ટીમનો 110 રનમાં કડૂસલો થયો છે. આથી ઈંગ્લેન્ડને 227 રનની મોટી સરસાઇ મળી હતી. ઈંગ્લેન્ડના પહેલા દાવમાં 290 રન થયા હતા. મેચના આજે બીજા દિવસે ઈંગ્લેન્ડની પેસ બેટરી સામે પાક. બેટધરો ઘૂંટણિયે પડી ગયા હતા અને તેના 8 ખેલાડી સીંગલ ફીગરમાં આઉટ થયા હતા. સૌથી વધુ 46 રન ઓપનર અઝાન અવૈસે કર્યા હતા. આ સિવાય સૂદ શકીલે 16 રન બનાવ્યા હતા. કપ્તાન બાબર આઝમ 8, શાન મસૂદ 1, મોહમ્મદ રિઝવાન 7, અલી ઉસ્માન 1 રને આઉટ થયા હતા. ઈંગ્લેન્ડ તરફથી ઓલિ રોબિન્સને 4 વિકેટ લીધી હતી. જોફ્રા આર્ચરને 3 અને જોશ ટંગને 2 વિકેટ મળી હતી. પાક. બેટર ઇમામ ઉલ હક ઇજાને લીધે દાવ લેવા ઉતર્યો ન હતો. આ પહેલા આજે ઈંગ્લેન્ડનો પ્રથમ દાવ 290 રને સમાપ્ત થયો હતો. જેમાં જોર્ડન કોક્સના પપ, જેમી સ્મિથના 61 અને ગસ એટકિન્સનના 41 રન મુખ્ય હતા. પાક. તરફથી મોહમ્મદ અબ્બાસે 4 અને મોહમ્મદ અલીએ 3 વિકેટ લીધી હતી. લોર્ડસની ખતરનાક પીચ પર ઈંગ્લેન્ડે બીજા દાવમાં 51 રનમાં 2 વિકેટ ગુમાવી દીધી હતી.

Panchang

dd