બાબુ માતંગ દ્વારા : નિરોણા (પાવરપટ્ટી), તા.28 : હિન્દુ શાત્રોમાં
શુભ લગ્ન માટે વૈશાખ માસ ઉત્તમ ગણાય છે. પરંતુ મહેશપંથ મહેશ્વરી (મેઘવાળ) સમાજમાં પાવન
શ્રાવણ માસમાં ઉજવાતાં ગોરખૂડાના વ્રતના સમાપને શ્રાવણ વદ એકમથી માંડવી ત્રીજ સુધી
ગોરમાની મૂર્તિ સાક્ષીએ લેવાતા લગ્ન શુભ જ નહીં દેવલગ્ન તરીકે ઓળખાય છે. આ ત્રણ દિવસ
દરમ્યાન સમગ્ર કચ્છ ઉપરાંત હાલાર, કાઠિયાવાડ,
મહારાષ્ટ્ર અને ઠેઠ સિંધ પાકિસ્તાન સુધી પથરાયેલા આ સંપ્રદાયમાં મોટા
પાયે લગ્નો લેવાની સાડીબાર સદીઓ જૂની પરંપરા આજે પણ જોવા મળે છા. ભગવાન શિવના અવતાર
ગણાતા માતંગ દેવ સૌરાષ્ટ્રના પાલિતાણા નજીક કારૂંભા ડુંગર પર નરવેધ યજ્ઞ પછી મહેશ સંપ્રદાયની
સ્થાપના કરી હતી. આ સંપ્રદાયને અનુસરતો અનુયાયી મહેશ્વરી તરીકે ઓળખાય છે. અથર્વવેદ
આધારિત આ સંપ્રદાયના માતંગશાત્રમાં અનેક ધાર્મિક ક્રિયાકાંડોનો સવિસ્તારની ઉલ્લેખ કરવામાં
આવ્યો છે. આ શાત્રમાં લગ્નના પ્રકારો પણ દર્શાવવામાં આવ્યા છે. જેમાં સોપખરેયા લગ્ન,
સજણ ગંભીર લગ્ન, ત્રે તાંકડા (કરત કન્યા) લગ્ન,
લોકાચાર લગ્ન, આ લગ્નો પવિત્ર શ્રાવણ માસમાં સંપ્રદાયની
નવપરિણિત મહિલાઓ દ્વારા ઉજવાતા ગોરખુડા વ્રતના પૂર્ણાહૂતિ પ્રસંગે શ્રાવણ વદ એકમથી
માંડી ત્રીજ સુધી ગોરમાની મૂર્તિ સાક્ષીએ વણ જોયા મૂહુર્તે લેવાતા હો.ઈ ગોરવિવાહ તરીકે
ઓળખાય છે. સંપ્રદાયના શાત્ર વેદોમાં લગ્ન શબ્દ વિવાહ તરીકે ઉલ્લેખવામાં આવેલો છે. જ્યારે
કન્યા વિવાહને કન્યાદાન મહાવણજ યજ્ઞ તરીકે ઓળખવામાં આવેલો છે. ગોરખુડા વ્રતના અંતે
વ્રતધારી મહિલાઓ દ્વારા તળાવની ચીકણી માટેમાંથી બનાવાયેલી ગોરમાની મૂર્તિને વત્રો અને
અલંકારોથી સુસજજ કરી બારમતી ધર્મપંથ સાથે આ મૂર્તિની સાક્ષીએ સંપ્રદાયના ધર્મગુરુઓ
દ્વાા વર-કન્યાના હથોરબંધ (હસ્તમેળા) સહિતની ધાર્મિ( વિધિ વૈદિક શાત્રોચાર સાથે કરવામાં
આવે છે. અત્રે ઉલ્લખનીય છે કે આ સંપ્રદાયનરા સ્થાપક માતંગદેવના વિવાહ પણ આ જ સમયગાળામાં
થયા હોવાનું એક વેદમાં ઉલ્લેખ થયેલો છે. જે વેદ પ્રમાણે `બારો બળ થાપેઆ, બારો પુરસેજી સાંખ, ઈશ્વર
(માતંગદેવ) પણેઆ આડ જા ધણી, માસ શ્રાવણ તથા ત્રીજ વદ સોમવાર જી
રરાત' સંપ્રદાયમાં નક્કી થયેલા ચોક્કસ જ સમયમાં વિવાહ કરવાની
પરંપરા સદીઓથી ચાલી આવી છે. આ સંપ્રદાયમાં આજથી શરૂ થતાં ત્રિદિવસીય વિવાહોત્સવને લઈ
કંઠી, પાવરપટ્ટી, અબડાસા, ગરડા, ભુજ, અંજાર ગાંધીધામ સંકુલ
ઉપરાંત બૃહદ કચ્છ, કાઠિયાવાડ, હાલાર અને
મહારાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં વસતા આ સંપ્રદાય દેવ વિવાહોત્સવને લઈ ભારે લીન બને છે.
બીજીબાજુ છેલ્લા કેટલાક સમયથી દેખાદેખીને લઈ વિવાહ જેવા સામાજિક પ્રસંગો ભારે ખર્ચાળ
બન્યા છે. ખાસ કરીને દહેજ પ્રથા, શો (દાંડિયારાસ), ડેકોરેશન, જાનમાં જોડાતા મોટી સંખ્યામાં જાનૈયા અને ભારે
વાહનો સહિતના બેફામ ખર્ચ સમાજ વર્ગને ના પસંદ છે.