જ્યૂરિચ, તા. 28 : જ્યૂરિચ ડાયમંડ લીગમાં પુરુષોની
400 મીટર હર્ડલ રેસ (વિધ્ન દોડ)માં
બ્રાઝિલના દોડવીર એલિસન ડોસ સૈંટોસે નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. ઓલિમ્પિકમાં બે
વખત બ્રોન્ઝ મેડલ જીતનાર એલિસને 4પ.80 સેકન્ડમાં રેસ પૂરી કરી નવો
વિશ્વ વિક્રમ રચ્યો હતો. આ પહેલા નોર્વેના ખેલાડી કાર્સ્ટન વારહોમે 2021 ટોકયો ઓલિમ્પિકમાં 400 મીટરની હર્ડલ રેસ 4પ.94 સેકન્ડમાં પૂરી કરી હતી. જે રેકોર્ડ હવે તૂટયો છે. આ બે ખેલાડી
સિવાય અન્ય કોઇ હજુ સુધી 46 સેકન્ડમાં
400 મીટર વિધ્ન દોડ પૂરી કરી શકયા
નથી. જ્યૂરિચ ડાયમંડ લીગમાં મહિલાઓની 100 મીટર હર્ડલમાં પણ નવો વિશ્વ
વિક્રમ બન્યો છે. અમેરિકાની મસાઇ રસેલે આ રેસ 12.09 સેકન્ડમાં પૂરી કરી હતી. આ રેકોર્ડ પહેલા નાઇજીરિયાની ખેલાડી
ઓબી અમૂસનના નામે હતો. તેણે 2022માં 100 મીટર હર્ડલ રેસ 12.12 સેકન્ડમાં પૂરી કરી હતી.