રાપર, તા. 28 : હઝરત મોહમ્મદ પયગંબર સાહેબના
જન્મદિન નિમિત્તે રાપર સહિત તાલુકામાં ઈદ-એ-મિલાદુન્નબીની
ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. મુસ્લિમ સમાજના ભાઈ-બહેનોએ એકબીજાને ગળે મળીને ઈદની
મુબારકબાદ પાઠવી હતી, મસ્જિદો શણગારવામાં
આવી હતી. જુમ્મા મસ્જિદથી જુલૂસ નીકળ્યું હતું, જે માંડવી ચોક,
મેઈન બજાર, માલી ચોક, દેનાબેંક
ચોક, સલારી નાકે થઈ દુબરિયાવાડી સ્થિત જમાતખાને પહોંચ્યું હતું.
અનવરશાહ સૈયદ તથા જુમ્મા મસ્જિદના પેશ ઈમામ દ્વારા તકરીર ફરમાવવામાં આવી હતી. આ પ્રસંગે
સુન્ની મુસ્લિમ જમાતના પ્રમુખ હાજી ઈસ્માઈલભાઈ પણકા, જુમ્મા મસ્જિદના
મુતવલ્લી હાજીભાઈ ખાસકેલી, મામદભાઈ નોડે, અનવરશાહ સૈયદ, હાસમશા સૈયદ, રહીમશા,
હુસેનશા, અલી અકબરશા, પેશ
ઈમામ મૌલાના ફઝલેહક અકબરી અને મૌલાના શાહનવાઝ, ચાંદાજી સમા,
જાનખાન બલોચ, રમજુ મહિડા, ઈસ્માઈલ ટાંક, ગુલામરસુલ ચૌહાણ, અનવર ઝરિયા, રમજુ જીવાણી, ઉમરસા
શેખ, ઇબ્રાહિમ પણકા, ઓસમાનભાઈ ટાંક,
કરીમ સોઢા, હારૂન જન્ડર, લાલમામદ રાઉમા, અકબરભાઈ રાઉમા, રમજુભાઈ રાઉમા, સોહિલભાઈ રાઉમા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
તાલુકાના સેલારી, માણાબા, નંદાસર,
નીલપર, ચિત્રોડ, આડેસર,
ફતેહગઢ, ટગા, વિજાપુર વગેરે
ગામોના વિસ્તારોમાં ઈદની ઉત્સાહભેર ઉજવણી કરાઈ હતી.