• શનિવાર, 29 ઑગસ્ટ, 2026

ભચાઉમાં તહેવાર બાદ દબાણ સામે કાર્યવાહી કરાશે

ભચાઉ, તા. 28 :  અહીં વધતી જન વસ્તી અને વાહન વિસ્ફોટની સમાંતર ધંધાનો વ્યાપ વધ્યો છે, ત્યારે નાના ધંધા કરનારા માટે વગર ભાડે વેપાર કરવા ફૂટપાથ ઉત્તમ સ્થાનક છે, ત્યારે આ દબાણથી લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે. આ  બાબતે પાલિકા પ્રશાસન કાર્યવાહી કરાશે તેવું જણાવી રહ્યું છે. ભચાઉમાં કેટલાક તાતિંગ ભાડા આપી વેપાર કરતા હોય છે વોંધ નાકા બહાર એક હોકર્સ ઝોન બનાવાયું છે, તેનો ઉપયોગ શરૂ થયો નથી. વિશાળ શાક માર્કેટ બની છે તે આખલાનું વિરામ સ્થળ અને કચરા ફેંકવાની જગ્યા બની ગઈ છે, દરમ્યાન ફૂટપાથ ખુલ્લી થવા બાબતે ભચાઉ નગરપાલિકાના મુખ્ય અધિકારી શ્રી ઝાલાએ કહ્યું કે, આયોજન હતું, પરંતુ હાલ તહેવાર હોવાથી જન્માષ્ટમી બાદ ફૂટપાથ રાહદારીઓ માટે ખુલ્લી કરાશે. અત્રે નોંધનીય છે કે, મુખ્ય બજારની ફૂટપાથને નીચે ઉતારી પેવરબ્લોક પાથરવામાં આવ્યા છે, જેના કારણે બોર્ડ લગાડી દેવાયા છે.  પાર્કિંગ માટે માર્જિન મુકાયું હતું, ત્યાં બાંધકામ થઈ ગયું છે, આગળ મોટા ધંધાનાં બોર્ડ મુકાઈ ગયા છે, દુધઈ માર્ગે તો ફૂટપાથ રોકાઈ ગઈ છે અને જોખમી ધંધા ચાલી રહ્યા હોવાની સ્થિતિ છે.નગરપાલિકા તહેવાર બાદ શું કામગીરી કરે છે, તેના ઉપર સૌ કોઈની નજર છે.

Panchang

dd