નવી દિલ્હી, તા. 28 : કોંગ્રેસના
પૂર્વ અધ્યક્ષા સોનિયા ગાંધીની આત્મકથા `િબલોગિંગ : અ જર્ની ઓફ લવ'ના પ્રકાશન પર વિવાદ સર્જાયો છે. પેંગ્વિન રેન્ડમ હાઉસ ઈન્ડિયાએ શુક્રવારે
સ્પષ્ટ કહ્યું હતું કે, અમે ભારતમાં આ પુસ્તકના પ્રકાશક નથી.
કોંગ્રેસે સવાલ ઉઠાવ્યો હતો કે, પેંગ્વિન જૂથ દુનિયાભરમાં પુસ્તક
છાપી શકે છે, તો ભારતમાં અલગ સ્થિતિ શા માટે છે? હકીકત કંઈક એવી છે કે, વિવાદી લેખાવાતા વડાપ્રધાન નરેન્દ્ર
મોદીના કાર્યકાળ, આરએસએસ સાથે જોડાયેલી વાતો, ચીન દ્વારા ભારતીય ભૂમિ પર અતિક્રમણ જેવા કેટલાક મુદ્દા હટાવવાનું સૂચન પેંગ્વિન
હાઉસે કર્યું હતું. સોનિયા ગાંધીએ આવા અંશો હટાવવાનો ઈન્કાર કરી દીધો હતો. ત્યારબાદ
પેંગ્વિન ઈન્ડિયાએ ભારતમાં આ પુસ્તક પ્રકાશિત કરવાનો ઈન્કાર કરી દીધો હતો. કોંગ્રેસ
સાંસદ ગૌરવ ગોગોઈએ કહ્યું હતું કે, પેંગ્વિન ઈન્ડિયાને એકઝામ
વોરિયર્સ અને આરએસએસ પર અનેક પુસ્તકો પ્રકાશિત કરવામાં કોઈ વાંધો નથી, તો આ પુસ્તકમાં કેમ પીછેહઠ કરાઈ છે. તેમણે આરોપ મૂક્યો હતો કે, ભાજપ સરકારમાં કેટલાક લોકોને ડર છે કે ભારતમાં લોકો આ પુસ્તક વાંચશે. પુસ્તકમાં
સોનિયાનાં લગ્ન, રાજીવ ગાંધીને ખોવાનું દર્દ, રાજનીતિમાં પ્રવેશ, 2004માં વડાપ્રધાન પદ ઠુકરાવવા સહિતની વાતો છે.