• શનિવાર, 29 ઑગસ્ટ, 2026

તો એશિયન ગેમ્સમાં ભારત `બી' ટીમ મોકલશે

નવી દિલ્હી, તા. 28 : એશિયન ગેમ્સ આ વખતે જાપાન ખાતે રમાવાની છે. જેમાં ક્રિકેટની રમત પણ સામેલ છે. આ માટે બીસીસીઆઇએ એશિયન ગેમ્સમાં મહિલા અને પુરુષ વિભાગની મજબૂત ટીમ મોકલવાનો નિર્ણય લીધો હતો. સ્ટાર ખેલાડીઓ સાથેની બન્ને ટીમ અગાઉ જાહેર પણ થઇ ચૂકી છે, પણ હવે એવા રિપોર્ટ સામે આવ્યા છે કે બીસીસીઆઇ અને એશિયન ક્રિકેટ કાઉન્સિલ (એસીસી) જાપાનમાં ક્રિકેટ સુવિધાઓથી સંતુષ્ટ નથી. આ કારણે બોર્ડ ટીમમાં ફેરફાર કરી શકે છે અને એશિયન ગેમ્સમાં લગભગ બી ટીમ મોકલી શકે છે. એશિયન ગેમ્સમાં પુરુષ ક્રિકેટ સ્પર્ધા 24 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર દરમિયાન અને મહિલા સ્પર્ધા 17 સપ્ટેમ્બરથી 22 સપ્ટેમ્બર દરમિયાન રમવાની છે. આ મામલે બીસીસીઆઇ અને એસીસી તેમના એક પ્રતિનિધિને જાપાન મોકલશે. તે ક્રિકેટ સુવિધા સંબંધી રિપોર્ટ સોંપશે. આ પછી આખરી નિર્ણય લેવામાં આવશે. જાપાનમાં ક્રિકેટ નિયમિત રીતે રમાતી સ્પર્ધા નથી. આથી તેના મેદાન નથી, સ્ટેડિયમ નથી, પ્રેકટીસની સુવિધા નથી. ડ્રેસિંગ રૂમ પણ ટેંટમાં બનાવવામાં આવ્યા છે. એશિયન ગેમ્સમાં ભારતીય પુરુષ ટીમમાં કપ્તાન શ્રેયસ અય્યર, સંજૂ સેમસન, અભિષેક શર્મા, જસપ્રિત બુમરાહ, તિલક વર્મા અક્ષર પટેલ, વૈભવ સૂર્યવંશી સહિતના તમામ સ્ટાર ખેલાડીઓ સામેલ છે. હવે બીસીસીઆઇ આ ખેલાડીઓને આરામ આપી અન્ય સંભવિત ખેલાડીઓને એશિયન ગેમ્સમાં મોકલી શકે છે.

Panchang

dd