નવી દિલ્હી, તા. 28 : નેપાળમાં
મચેલી પૂરતબાહી અંગે પાંચ મહિના પહેલાં જ એક રિપોર્ટમાં ચેતવણી અપાઈ હતી ! હિન્દુ કુશ
હિમાલય માત્ર પવર્તમાળા જ નહીં પણ તેને એશિયાનો વોટર ટાવર પણ કહેવામાં આવે છે. કારણ
કે દુનિયાની એક મોટી વસ્તીની તરસ છીપાવે છે. જો કે,
આ જ મહત્ત્વપૂર્ણ ક્ષેત્ર વર્તમાન સમયે ગંભીર સંકટનો સામનો કરી રહ્યું
છા કાઠમંડૂ સ્થિત ઈન્ટરનેશનલ સેન્ટર ફોર ઈન્ટીગ્રેટેડ માઉન્ટેન ડેવલોપમેન્ટ (આઈસીઆઈ-
એમઓડી)એ પોતાના માર્ચ 2026માં જારી
કરાયેલા બે રિપોર્ટમાં ગંભીર હકીકત સામે રાખી છે. રિપોર્ટ બતાવે છે કે વર્ષ 2000 બાદથી હિંદુ કુશમાં ગ્લેશિયર ઓગળવાની રફતાર બમણી થઈ છે અને જો
1975ના વર્ષથી તુલના કરવામાં આવે
તો બરફની જાડાઈમાં 27 મીટર સુધીનો
ભારે ઘટાડો આવી ચૂક્યો છે. ભારત, નેપાળ,
ભૂતાન અને ચીન જેવા પાડોસી દેશો માટે આ પર્યાવરણ સંબંધિત કોઈ સામાન્ય અહેવાલ નહી પણ એક સીધું જોખમ છે. ગ્લેશિયરોનું ઝડપથી
ઓગળવું નિચાણના વિસ્તારમાં રહેતા બે અબજ લોકોનું ભવિષ્ય સીધું દાવ ઉપર લગાડી રહ્યું
છે. જેઓનું જીવન, ખેતી અને પાણીનું દરેક ટીપું હિમાલયથી આવતી
નદીઓ ઉપર ટકેલું છે. થોડા દિવસ પહેલા નેપાળમાં આવેલા જળપ્રલયની વૈજ્ઞાનિકો અને શોધકર્તા
તપાસ કરી રહ્યા છે. જો કે, ઘણા વિશેષણો આફત પાછળ અલગ અલગ પ્રભાવોને
કારણ માની રહ્યા છે, જેમાં સૌથી વધુ ચિંતા 4000 મીટર અને તેની ઉપરની ઊંચાઈએ
બરફ-વર્ષાને બદલે વરસાદ પડવાની છે. કેન્દ્ર સરકારના દેહરાદૂન સ્થિત વાડિયા ઈન્સ્ટિટયૂટ
ઓફ હિમાલયન જિયોલોજીના એક વૈજ્ઞાનિક અનુસાર
ગ્લોબલ વોર્મિંગ જ બતાવી શકશે કે આટલી ઉંચાઈએ વરસાદ કેમ થઈ રહ્યો છે. જ્યાં પહેલાં
બરફ પડતો હતો, ત્યાં હવે ઝડપથી ગ્લેશિયર
સંકોચાઇ રહ્યા છે.