• મંગળવાર, 28 જુલાઈ, 2026

હવે રાજ્યોમાં શિક્ષણમંત્રીઓ સામે વિરોધ શરૂ

નવી દિલ્હી, તા. 27 : કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનાં રાજીનામાં બાદ હવે દેશભરના વિવિધ રાજ્યોમાં પણ પેપર લીક અને સરકારી ભરતીમાં ગેરરીતિઓને લઈને રાજકારણ ગરમાયું છે. વિવિધ વિદ્યાર્થી સંગઠનો અને વિપક્ષી દળોએ હવે ઝારખંડ, પંજાબ, કેરળ, કર્ણાટક, આંધ્રપ્રદેશ અને તેલંગાણાના શિક્ષણમંત્રીઓ પાસે રાજીનામાંની માંગ ઝડપી બનાવી છે. પંજાબમાં બે મોટી સરકારી ભરતીઓને લઈને ભગવંત માન સરકાર વિપક્ષનાં નિશાના પર આવી ગઈ છે. બાબા ફરીદ યુનિવર્સિટી દ્વારા આયોજિત `ફાર્મસી ઓફિસર' પરીક્ષા દરમિયાન પોલીસ અને ફ્લાઈંગ સ્કવોડે ફરીદકોટ, ફિરોઝપુર અને કોટ કપૂરાના કેન્દ્રો પર દરોડા પાડીને 35 લોકોની અટકાયત કરી હતી. પરીક્ષા દરમિયાન ઉમેદવારો પાસેથી બ્લૂટૂથ ડિવાઇસ, બટન કેમેરા અને વાયરલેસ સાધનો મળી આવ્યાં હતાં, જેના દ્વારા હરિયાણા અને રાજસ્થાનના કંટ્રોલ રૂમમાંથી ઉત્તરો બોલવામાં આવી રહ્યા હતા. આંધ્રપ્રદેશમાં `મેગા ઉજઈ-2025' શિક્ષક ભરતી પરીક્ષાને લઈને વિપક્ષી પાર્ટી ઢજછઈઙએ મોટો મોરચો ખોલ્યો છે. પાર્ટીએ શિક્ષણમંત્રી નારા લોકેશના રાજીનામાંની માગ સાથે સમગ્ર મામલાની કોર્ટની દેખરેખ હેઠળ સીબીઆઈ (ઈઇઈં) તપાસ કરવાની માંગ કરી છે. પૂર્વ શિક્ષણમંત્રી આદિમુલાપુ સુરેશે આરોપ લગાવ્યો છે કે, પ્રશ્નપત્ર અપલોડ કરવા જેવા અતિ ગોપનીય કામો આઉટસોર્સ કર્મચારીઓ પાસે કરાવવામાં આવ્યાં હતાં, જેના કારણે આશરે 3.5 લાખ ઉમેદવારોનું ભવિષ્ય અદ્ધરતાલ થયું છે. તેલંગાણામાં ભારતીય જનતા પાર્ટીએ મુખ્યમંત્રી રેવંત રેડ્ડી પાસે શિક્ષણમંત્રી પદેથી રાજીનામું આપવાની માંગ કરી છે. રાજ્ય ભાજપ અધ્યક્ષ એન. રામચંદર રાવે જણાવ્યું હતું કે, જો સરકાર વિદ્યાર્થીઓની ટ્યૂશન ફી રિ-ઇમ્બર્સમેન્ટ યોજનાના બાકી નીકળતા રૂા.12,000 કરોડ ચૂકવી શકતી ન હોય, તો મુખ્યમંત્રીએ શિક્ષણ ખાતું પોતાની પાસે ન રાખવું જોઈએ. તેમણે ચેતવણી આપી હતી કે, જો લગભગ 20 લાખ વિદ્યાર્થીઓને સ્પર્શતા આ મુદ્દાનો ઉકેલ લાવવામાં નહીં આવે તો સરકારે ભારે જનરોષ વેઠવો પડશે.

Panchang

dd