• શુક્રવાર, 14 ઑગસ્ટ, 2026

કકરવામાં મહિલાની આબરૂ લેવાના પ્રયાસ મામલે ફોજદારી

ગાંધીધામ, તા. 13 :  ભચાઉ તાલુકાના કકરવામાં મહિલાની આબરૂ લેવાના પ્રયાસનો મામલો સપાટી ઉપર આવ્યો હતો. પોલીસ સૂત્રોએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, 44 વર્ષીય પરણીત મહિલા સૂતા હતાં તે દરમ્યાન આરોપી દીપક શાંતિલાલ કોળીએ આવીને સાડી ખેંચી હતી. દરમ્યાન તેઓ તેમજ આ મહિલા સાથે સૂતેલી તેની પુત્રી અને અન્ય એક મહિલા પણ જાગી ગયાં હતાં. તહોમતદારે ફરિયાદી અને તેની સાથે રહેલાને પટ્ટા વડે માર મારીને સામાન્ય ઈજાઓ પહોંચાડી હતી. વધુમાં આ શખ્સે જાનથી મારી નાખવાની ધમકી સાથે ફરિયાદીના સામાનને નુકસાન પહોંચાડયું હતું. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Panchang

dd