• મંગળવાર, 28 જુલાઈ, 2026

ભુવડ : જમીનમાં દાટેલો 2.55 લાખનો શરાબ જપ્ત

ગાંધીધામ, તા. 27 : અંજારના ભુવડ ગામની સીમમાં હોટેલ પાછળ બાવળની ઝાડીમાં ખાડામાં દાટેલો રૂા. 2,55,192નો દારૂ સાથે પોલીસે એક શખ્સને પકડી પાડયો હતો. ભુવડની સીમમાં સુર્યા કંપની આગળ મબુધન આઈ માતા હોટેલ પાછળ બાવળની ઝાડીમાં પોલીસે છાપો માર્યો હતો. અહીં જમીનમાં દારૂ સંતાડતા ગામના કિશન ગોવિંદ પરમારની ધરપકડ કરી અહીંથી રોયલ સ્ટગની 252 બોટલ તથા રોયલ ચેલેન્જરની 120 બોટલ એમ કુલ રૂા. 2,55,192નો દારૂ જપ્ત કરાયો હતો. આ દારૂ રામ  નામના શખ્સે મોકલાવ્યો હતો તેમજ અંજારના જયરામ સોલંકીએ મંગાવ્યો હોવાનું બહા આવ્યું હતું. હાથમાં ન આવા મોકલનાર, મંગાવનારા શખ્સોને પકડી પાડવા આગળની કવાયત પોલીસે હાથ ધરી છે.

Panchang

dd