• રવિવાર, 24 મે, 2026

આદિપુરમાં આઈપીએલની મેચનો સટ્ટો રમતો તહોમતદાર જબ્બે

ગાંધીધામ, તા. 23 : આદિપુર  પોલીસે આઈપીએલ મેચનો ઓનલાઈન ક્રિકેટનો સટ્ટો રમતા શખ્સને ઝડપી પાડયો હતો. રોયલ કિષ્ના ચાર રસ્તાથી કિડાણા રોડ તરફ  ડાબી બાજુએ આવેલાં ક્રિકેટ ગ્રાઉન્ડમાં આરોપી  રાજેશ બાબુભાઈ લાવડિયા  રોયલ ચેલેન્જર્સ બેંગલોર  અને સન રાઈઝીસ હૈદરાબાદની ક્રિકેટ મેચના ઓનલાઈન સટ્ટા બેટિંગનો જુગાર રમતો હોવાની  બાતમી આધારે દરોડો પાડયો હતો. દરમ્યાન આરોપી રાજેશની  10 હજારની કિંમતના એક મોબાઈલ ફોન સાથે ધરપકડ કરી હતી. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.  

Panchang

dd