• શનિવાર, 07 ડિસેમ્બર, 2024

આઠ વર્ષ પૂર્વે મુંબઇમાં વેચેલા પ્લોટના બાકી નાણાં મુદ્દે ડોણમાં ડખો

ભુજ, તા. 12 : આજે માંડવી તાલુકાના ડોણની જૈન ભોજનશાળામાં ડખો સર્જાયો હતો, જેના પાછળનું કારણ આઠેક વર્ષ પૂર્વે મુંબઇના મીરા રોડમાં વેચેલા પ્લોટના બાકી નાણાં હતાં. આ ડખા અંગે ગઢશીશા પોલીસ મથકે મૂળ ડોણ હાલે કાંદિવલી વેસ્ટ-મુંબઇ રહેતા નરેશભાઇ હંસરાજભાઇ શાહે લખાવેલી ફરિયાદ મુજબ તેઓ આજે બપોરે ડોણમાં જૈન સમાજની ભોજનશાળામાં જમવા ગયા હતા જ્યાં ગામના અરવિંદભાઇ શામજીભાઇ છેડા તથા કિરણભાઇ દામજીભાઇ વીરા મળી ગયા હતા. આઠેક વર્ષ પૂર્વે મુંબઇના મીરા રોડ પરનો પ્લોટ આ અરવિંદભાઇ અને કિરણભાઇ તથા નવદીપભાઇ વોરા અને જયેશ શાહને વેચાણે આપ્યો હતો. ફરિયાદીએ  અરવિંદભાઇ તથા કિરણભાઇને કહ્યું કે, વેચાણે આપેલા બાકી નાણાં અંગે મેં તમને અવારનવાર ફોન અને મેસેજ કર્યા છે, પરંતુ તમે કેમ જવાબ આપતા નથી. આથી બંને ઉશ્કેરાઇ ભૂંડી ગાળો આપી, જાનથી મારી નાખવાની ધમકી આપી ઝઘડો કર્યાની ફરિયાદ નોંધાવી?છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang