ભુજ, તા. 7 : તાલુકાના નાડાપામાં ક્રિષ્નાબેન વેસ્તાભાઈ બબેરિયા (ઉ.વ. 20) નામની યુવતીએ કોઈ અગમ્ય કારણે
ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હતું. ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ સ્થિત પોલીસ ચોકીમાં
લખાવાયેલી વિગતો મુજબ, હતભાગી નાડાપામાં
આવેલી જી.એસ. ફેક્ટરીમાં હતી, ત્યારે કોઈ અકળ કારણે ગળેફાંસો
ખાઈ આપઘાત કરી લીધો હતો. આ યુવતીએ કયા કારણે અંતિમ પગલું ભર્યું તે જાણવા સહિતની પદ્ધર
પોલીસે તપાસ હાથ ધરી છે.