ગાંધીધામ, તા. 7 : શહેરની મધ્યમાં આવેલા `િશવાજી પાર્ક' બગીચાની સુંદરતાને લારી ગલ્લાઓ સહિતનાં દબાણોની
આડસથી ઝાંખપ આવી રહી છે. શહેરી વિસ્તારમાં `િશવાજી પાર્ક' બગીચો અત્યંત મહત્ત્વનો છે. જો કે, તેને હાલત પણ ખંડેર
જેવી છે. નવીનીકરણ માટે એક કરોડ દસ લાખથી વધુ રૂપિયા ખર્ચવાના છે. ટેન્ડર પ્રક્રિયા
થઈ ગઈ છે અને ટૂંક સમયમાં કામ શરૂ કરવાનું તંત્ર કહી રહ્યું છે. મનોરંજન સ્થળની ફરતે થયેલાં દબાણો સુંદરતાને
ઝાંખપ પહોંચાડી રહ્યા છે. અહીંના આસપાસના વિસ્તાર વાસીઓએ દબાણને લઈને અગાઉ નગરપાલિકા
સમયે અને ત્યારપછી મહાનગરપાલિકાને રજૂઆતો કરી છે. તત્કાલીન સમયની નગરપાલિકાના વહીવટી
તંત્રે કોઈ પગલાં ભર્યાં નથી, તેના
પરિણામે આસપાસમાં વ્યાપક દબાણો યથાવત્ છે અને જે એક રમણીય સ્થળને બટ્ટો લગાવી રહ્યા
છે. `શિવાજી પાર્ક' બગીચાના રખરખાવ સાર-સંભાળ અને સંચાલન માટે દર
મહિને હજારો રૂપિયાનું ચૂકવણું એજન્સી સંસ્થાને કરવામાં આવે છે તેમ છતાં બગીચાની અંદર
રમતગમતનાં સાધનો તૂટેલાં છે. ફુવારા ચાલતા નથી, ઘાસ સુકાઈ ગયું
છે અને ક્ષતિઓ છે એટલા માટે જ એક કરોડથી વધુના ખર્ચે આ બગીચાનું નવીનીકરણ કરવાનું છે.
અંદર લાઇબ્રેરી સહિતની સુવિધા છે, પરંતુ મૂળભૂત સુવિધાઓનો અભાવ
છે જે મનોરંજન સ્થળની લોકોને અપેક્ષા છે તેવું સ્થળ રહ્યું નથી. નવીનીકરણ થયા બાદ આધુનિક
પાર્ક-બગીચો અને વ્યવસ્થિત મનોરંજન મળી શકે તેમ છે. મહાનગરપાલિકાના વહીવટી તંત્રએ બ્યૂટીફિકેશન
પ્રોજેક્ટ હાથ ધર્યો છે. એટલે કે, બગીચાઓ અને દીવાલોને સુંદરતા
આપવા માટેની કામગીરી થઈ રહી છે અનેક બગીચાઓની દીવાલો ઉપર કલરકામ, ચિત્રો સહિતની સુંદરતા વધારવા માટેની કામગીરી કરી છે એવી જ રીતે `િશવાજી પાર્ક' બગીચામાં પણ કામગીરી કરવાની છે, પરંતુ હજુ સુધી કામ શરૂ થયું નથી એ પહેલાં અહીં દબાણનું સામ્રાજ્ય છે. લોકો
રોજગાર ધંધા રળવા માટે લારી-ગલ્લા અને કેબિનો રાખી છે. મહાનગરપાલિકાએ આ લોકોને રોજગાર
મળી રહે તે માટે એક અલગથી વ્યવસ્થા ઊભી કરવી જોઈએ, જેથી રમણીય
અને મનોરંજન સ્થળ દબાણ મુક્ત રહે. હાલના સમયે જે રીતે કમિશનર કામગીરી કરી રહ્યા છે,
તે જોતા આગામી સમયમાં લોકો માટે વ્યવસ્થા કરવામાં આવે તેવી સંભાવના છે,
પરંતુ અહીં જમીનનો અભાવ હોવાથી અનેક પ્રકલ્પ ખોરંભે ચડી રહ્યા છે. જો
સારી એવી વ્યવસ્થા કરવામાં આવે, તો લોકોને એક સારું મનોરંજન સ્થળ
મળી શકે તેમ છે.