• શનિવાર, 08 નવેમ્બર, 2025

ડિકોકની વિક્રમી સદીથી પાક. સામે બીજી વન-ડેમાં આફ્રિકાની જીત

ફૈસલાબાદ, તા. 7 : સંન્યાસ પાછો ખેંચી ઇન્ટરનેશનલ ક્રિકેટમાં વાપસી કરનાર વિકેટકીપર-બેટર ક્વિંટન ડિકોકની અણનમ સદીની મદદથી પાકિસ્તાન સામેની બીજી વન-ડે મેચમાં દ. આફ્રિકાનો 8 વિકેટે વિજય થયો હતો. દ. આફ્રિકાએ પ9 દડા બાકી રહેતા માત્ર 2 વિકેટ ગુમાવીને 270 રનનો વિજય લક્ષ્યાંક 40.1 ઓવરમાં હાંસલ કરી લીધો હતો. 3 મેચની શ્રેણી 1-1ની બરાબરી પર આવી ગઇ છે. ડિકોકે 123 રનની અણનમ ઇનિંગ રમી હતી. વન-ડે કારકિર્દીની તેની આ 22મી સદી છે. આ દરમિયાન તેણે ઘણા વિક્રમ તોડયા હતા. ડિકોક અને લુઆન પ્રિટોરિયસ વચ્ચે પહેલી વિકેટમાં 81 રનની ભાગીદારી થઇ હતી. પ્રિટોરિયસે 46 રન કર્યા હતા. આ પછી ડિકોક અને ટોની ડે જોર્જી વચ્ચે બીજી વિકેટમાં 13 રનની ભાગીદારી થઇ હતી. જોર્જી 63 દડામાં 76 રને આઉટ થયો હતો. ડિકોકે 119 દડામાં 8 ચોગ્ગા-7 છગ્ગાથી અણનમ 123 રન કર્યા હતા. આ પહેલાં પાકિસ્તાને સલમાન આગાના 69 અને મોહમ્મદ રિઝવાનના પ9 રનની મદદથી 6 વિકેટે 269 રન કર્યાં હતાં. બાબર આઝમ 11 રને આઉટ થયો હતો. ઓપનર સઇમ અયૂબે પ3 રનની ઈનિંગ રમી ફોર્મ વાપસી કરી હતી. આફ્રિકા તરફથી નાંદ્રે બર્ગરે 4 વિકેટ લીધી હતી. 

Panchang

dd