નવી દિલ્હી, તા.7 : દેશના સૌથી
વ્યસ્ત હવાઈમથક દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર યાંત્રિક ખામીને કારણે
હવાઈસેવાઓ પ્રભાવિત બનતાં પ્રવાસીઓને હેરાનગતિ વચ્ચે આજે ભારે અફરાતફરી મચી હતી કેમકે
800થી વધુ ઉડાન નિયત સમયે જઈ શકી
ન હતી .દરમ્યાન, એરપોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા
(એએઆઈ)એઁ સાંજે જણાવ્યું હતું કે દિલ્હી એરપોર્ટ પર ફ્લાઇટમાં વિલંબનું કારણ બનેલી
એર ટ્રાફિક કંટ્રોલની ઓટોમેટિક મેસેજ સ્વાચિંગ સિસ્ટમ એએમએસએસ)માં યાંત્રિક સમસ્યાનું
નિરાકરણ કરવામાં આવ્યું છે અને સિસ્ટમ `હવે કાર્યરત` છે. એએઆઈએ એમ પણ કહ્યું હતું કે કેટલાક બેકલોગને કારણે, ઓટોમેટેડ કામગીરીના સામાન્ય કાર્યમાં થોડો વિલંબ
થઈ શકે છે, પરંતુ પરિસ્થિતિ ટૂંક સમયમાં સામાન્ય થઈ જશે. સરકુરી
માલિકીની એએઆઈએ જણાવ્યું હતું કે 6 નવેમ્બરના આઈપી-આધારિત એએમએસએસ સિસ્ટમમાં આ સમસ્યા ધ્યાને આવી
હતી. એએમએસએસમાં ટેકનિકલ સમસ્યાને કારણે 800 થી વધુ ઉડાન મોડી પડી હતી અને કેટલીક ફ્લાઇટ્સ રદ કરવામાં આવી
હતી. એએઆઈએ કહ્યું કે તેણે `ઓટોમેટિક
મેસેજ સ્વાચિંગ સિસ્ટમ (એએએમએસ) માં ટેકનિકલ સમસ્યાનું નિરાકરણ કર્યું છે. ઈસીઆઈએલ
અધિકારીઓ અને એએઆઈ કર્મચારીઓની એક ટીમ હજુ પણ સ્થળ પર છે. એએમએસએસ સિસ્ટમો હવે કાર્યરત છે. કેટલાક બેકલોગને કારણે, ઓટોમેટેડ કામગીરીના સામાન્ય કાર્યમાં થોડો વિલંબ થઈ શકે છે, પરંતુ પરિસ્થિતિ ટૂંક સમયમાં સામાન્ય થઈ જશ એમ એએઆઈએ રાત્રે એક્સ' પર એક પોસ્ટમાં જણાવ્યું હતું. આ પહેલાં દિનભર હવાઈમથકના એર ટ્રાફિક કંટ્રોલ
સિસ્ટમમાં યાંત્રિક ક્ષતિને કારણે એર ટ્રાફિક કંટ્રોલર (એટીસી)ને વિમાનોનું શેડયૂલ
મળી રહ્યું ન હતું. એક તબક્કે દિલ્હી હવાઈમથક પર સાયબર હુમલાની વાતો પણ ઊડી હતી જેને
સરકાર દ્વારા અને હવાઈમથકના અધિકારીઓ દ્વારા રદિયો આપવામાં આવ્યો હતો. મીડિયા અહેવાલોમાં
જણાવવામાં આવ્યું હતું કે એટસીના સ્વયંચાલિતમેસેજ સ્વિચ સિસ્ટમ (એએમએસએસ)માં ગરબડી
સર્જાતાં આ અફરાતફરી સર્જાઈ હતી. એએમએસએસ વિમાનોના સમયપત્રક એટલે કે ટેકઓફ અને ઉતરાણની
જાણકારી આપે છે. દિલ્હી હવાઈમથકે એટીસી સિસ્ટમ ઠપ થવાથી અમદાવાદ, વડોદરા, સુરત હવાઈ મથકે પણ મુસાફરો રઝળ્યા હતા. દિલ્હી
એરપોર્ટે ટેક્નીકલ ખરાબીના કારણે કન્ટ્રોલર્સ દ્વારા ફલાઈટ પ્લાન મેન્યુઅલ રીતે તૈયાર
કરવામાં આવ્યા હતા. જેમાં લાંબો સમય લાગે છે. આ સ્થિતિમાં એર ટ્રાફિકમાં ભારે ભીડ થઈ
હતી અને તેનાથી વિલંબ પણ વધ્યો હતો. એક ફલાઈટ ટ્રેકિંગ વેબસાઈટ અનુસાર દિલ્હી એરપોર્ટ
ઉપર ડિપાર્ચરમાં અંદાજિત 50 મિનિટનો વિલંબ
થઈ રહ્યો હતો. દિલ્હી રનવે ઉપર પાર્કિંગની જગ્યા ન હોવાના કારણે એરલાઈન્સ સાંજે અમુક
ફલાઈટસ રદ કરે તેવી પણ સંભાવના ઉભી થઈ હતી. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા સમસ્યાની
પુષ્ટિ કરવામાં આવી હતી. ઓથોરિટીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું હતું કે દિલ્હી એરપોર્ટ
ઉપર ફલાઈટ ઓપરેશનમાં ઓટોમેટિક મેસેજ સ્વિચિંગ સિસ્ટમમાં ટેક્નીકલ સમસ્યાના કારણે વિલંબ
થઈ રહ્યો છે. પીટીઆઈ અનુસાર ગુરુવાર સાંજથી જ હવાઈમથક પર યાંત્રિક ક્ષતિ જોવા મળી હતી.
ફ્લાઈટની અવરજવર પર નોંધ રાખતી વેબઈાટ અનુસાર ગુરુવારે 513 ઉડાનમાં વિલંબ થયો હતો.