• શનિવાર, 08 નવેમ્બર, 2025

વેવાઈ પક્ષ દ્વારા માર મરાતાં કાંડાગરાના આધેડનું સારવારમાં મોત

ભુજ, તા. 7 : મુંદરા તાલુકાના કાંડાગરામાં વેવાઈ પક્ષના સભ્યો દ્વારા માર મરાયા બાદ સારવાર હેઠળ રહેલા રમણભાઈ ડાયાભાઈ નાયક (ઉ.વ. 55)નું મોત થયું હતું. મૃતકના પુત્રએ ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ સ્થિત પોલીસચોકીમાં લખાવેલી વિગતો મુજબ, ગત તા. 5-11ના સાંજના અરસામાં બનેલા બનાવમાં હતભાગી રમણભાઈ વાડી પર પોતાના ઘરે હતા, ત્યારે વેવાઈ પક્ષના સભ્યોએ મારકૂટ કરી હતી, જેમાં ગંભીર રીતે ઘવાયેલા રમણભાઈને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં સારવાર દરમિયાન શુક્રવારે તેમનું મોત થયું હતું. આ મામલે મુંદરા પોલીસ મથકનો સંપર્ક કરતાં પોલીસે જણાવ્યું હતું કે, મારામારી અંગે અગાઉ ગુનો નોંધાયો હતો, જે પછી આ બનાવમાં મૃત્યુ થતાં વિવિધ કલમો તળે આગળની કાર્યવાહી હાથ ધરાશે. 

Panchang

dd