• શનિવાર, 08 નવેમ્બર, 2025

મુંદરામાં સગીરાનું અપહરણ કરનારો આરોપી અમદાવાદથી ઝડપાયો

ભુજ, તા. 7 : મુંદરામાં સગીર વયની કન્યાનું તેના કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરનારા આરોપીને મુંદરા પોલીસે અમદાવાદ ખાતેથી ઝડપી પાડયો હતો. પોલીસે આપેલી વિગતો મુજબ, માનવીય સંદર્ભોના આધારે હાથ ધરાયેલી કાર્યવાહીમાં મૂળ રાજસ્થાનના જેસલમેરના આરોપી હિમાન્સુ મેઘરાજ કસવાહાને સગીરા સાથે અમદાવાદથી પકડી લેવાયો હતો. પરત મુંદરા લવાયેલા આરોપી સામે પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. 

Panchang

dd