ભુજ, તા. 7 : તાલુકાના માનકૂવાથી કોડકી જતા
માર્ગ પર આવેલી સોસાયટીમાં 2,50,698 લાખના
દારૂ સાથે એક શખ્સને માનકૂવા પોલીસે ઝડપી પાડી કુલ રૂા. 5,55,698નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
પોલીસે આપેલી વિગતો મુજબ, પૂર્વ બાતમીના
આધારે હાથ ધરાયેલી કાર્યવાહીમાં કોડકી રોડ પર આવેલી ક્રિષ્ના સોસાયટીમાં રહેતા આરોપી
રામગર ઉર્ફે રામલો સુરેશગર ગોસ્વામીને ભારતીય બનાવટના અંગ્રેજી પ્રકારના શરાબની કુલ
583 બોટલ તથા ટીન કિ. રૂા. 2,50,698 સાથે ઝડપી લેવાયો હતો. દારૂ
તેમજ તેની હેરફેર માટે ઉપયોગમાં લેવાયેલી જીજે 03 જેએલ 4791વાળી જીપકાર
તેમજ મોબાઈલ મળી પોલીસે કુલ રૂા. 5,55,698નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પકડાયેલા આરોપીએ દારૂનો આ જથ્થો
ક્યાંથી મગાવ્યો હતો અને ક્યાં પહોંચાડવાનો હતો તે જાણવા સહિતની પોલીસે તપાસ હાથ ધરી
છે.