ભુજ, તા. 7 : મુંદરા તાલુકાના ધ્રબ ગામની
સીમમાં જૂની અદાવતના પગલે બિહારના યુવકની હત્યા કરનારા આરોપી મૂળ બિહારના મોહિતકુમાર
વિનોદભાઈ રાયને પોલીસે ઝડપી પાડયો હતો. પોલીસે આપેલી વિગતો મુજબ, સીસીટીવી ફૂટેજ, માનવીય
તેમજ ટેકનિકલ સંદર્ભોના આધારે હાથ ધરાયેલી કાર્યવાહીમાં આરોપીને પકડી લેવાયો હતો. અગાઉ
અકસ્માત થયો હોવાનું મનદુ:ખ રાખી હત્યાને અંજામ અપાયો હોવાની આરોપી મોહિતે કેફિયત આપી
હતી. પોલીસે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.