• શનિવાર, 08 નવેમ્બર, 2025

દર્દીઓને દવાખાને પહોંચાડતી એમ્બ્યુલન્સ સેવા ખોરવાતાં નારાજગી

નખત્રાણા, તા. 7 : તાલુકાના સરકારી દવાખાનામાં દર્દીઓને પહોંચાડવા એમ્બ્યુલન્સ સેવા ખોરવાતાં દર્દીઓને હેરાનગતિ વેઠવી પડતી હોવાની ફરિયાદ ઊઠી છે. આરોગ્ય ક્ષેત્રે દર્દીઓને ઇમરજન્સી સેવાઓ, સ્ટાફની કામગીરી, દર્દીઓને આવશ્યક દવાઓ-ટીપાં સહિતની સામગ્રીઓ ઉપલબ્ધ કરવા સરકારી આરોગ્ય કેન્દ્રોમાં રહેતી એમ્બ્યુલન્સ સેવાઓનાં વાહનોનું સંચાલન 108 વાહનની સંચાલન કરતી સંસ્થાઓને સુપરત કરવાના આરોગ્ય તંત્રના આદેશથી શહેર-ગ્રામ્ય વિસ્તારના પી.એચ.સી. કેન્દ્રોમાં આવાં વાહનો પડતર રહેતાં દર્દીઓ માટે તથા પી.એચ.સી. કેન્દ્રના સ્ટાફ માટે મુશ્કેલી સર્જી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આરોગ્યલક્ષી સેવાઓમાં 108 ચલાવતી સંસ્થાઓને અન્ય વાહનોના વહીવટ સુપરત કરવામાં આવતાં સરકારી તથા દાતાઓનાં દાનથી અપાયેલાં વાહનોના તંત્ર દ્વારા ડ્રાઇવરોને છૂટા કરાતાં સમસ્યા સર્જાઇ છે. નેત્રા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની એમ્બ્યુલન્સ ફાઉન્ડેશન દ્વારા મળેલું દાન એમ્બ્યુલન્સ વાહન પડતર રહેતાં એમ્બ્યુલન્સ પી.એચ.સી.નું કાર્ય જેવા કે રસીકરણ, પોલિયો, ટીપાં, મેલેરિયા/ડેંગ્યૂ, તાવ, રોગપ્રતિકારક વિઝિટ, પી.એચ.સી. વિઝિટ, મેડિકલ કેમ્પ સેવાને ગંભીર અસર થઇ છે. 

Panchang

dd