મોસ્કો, તા. 7 : રશિયાની પ્રમુખ ઓઈલ કંપનીઓ
ઉપર ડોનાલ્ડ ટ્રમ્પના પ્રતિબંધોની અસર દેખાતી શરૂ થઈ છે. રશિયન ક્રૂડના બે સૌથી મોટા
ખરીદદાર ભારત અને ચીને ટ્રમ્પ તરફથી પ્રતિબંધિત રશિયન ઓઈલ કંપની રસોનેફ્ટ અને લુકોઈલથી
ખરીદી સીમિત કરી દીધી છે. આ દરમિયાન અહેવાલ છે કે રશિયાએ પોતાના ક્રૂડની કિંમતમાં વધુ
કાપ મુક્યો છે. સમાચાર એજન્સી રોયટર્સને ઈન્ડસ્ટ્રીના જાણકાર સૂત્રોએ માહિતી આપી છે
કે રશિયાએ ભારત અને ચીનને ક્રૂડ ઉપર અપાતી છૂટ વધારી દીધી છે. રશિયાના પ્રમુખ યૂરાલ
ક્રૂડની કિંમતમાં ડિસેમ્બરની રશિયાએ તેલ સસ્તું કર્યું ! ડિલિવરી માટે બ્રેંટની તુલનામાં
લગભગ 4 ડોલર પ્રતિ બેરલની છુટ આવી છે. અંદાજીત
એક વર્ષમાં યૂરાલ ક્રૂડ ક્યારેય આટલું સસ્તું થયું નથી. જો કે આ છૂટ 2022મા પશ્ચિમી દેશો તરફથી રશિયન
ક્રૂડ ઉપર લગાડવામાં આવેલા પ્રતિબંધો બાદની તુલનાએ ઓછી છે. ત્યારે છૂટ લગભગ આઠ ડોલર
જેટલી હતી. અમેરિકાએ રશિયન ઓઈલ કંપની લુકોઈલ અને રાફ્નેફટ ઉપર આકરા પ્રતિબંધ લાદ્યા
છે અને 21 નવેમ્બર સુધી કંપનીઓ સાથે લેવદેવડ
સમાપ્ત કરવાની સમયસીમા નક્કી કરી છે. ત્યારબાદ પ્રમુખ ભારતીય રિફાઈનર એચપીસીએલ, બીપીસીએલ, એમઆરપીએલ,
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે ડિસેમ્બર ડિલિવરી માટે રશિયન ઓઈલના ઓર્ડર રોકી
દીધા છે. આ કંપનીઓ ભારતના રશિયન ક્રૂડની આયાતમાં 65 ટકા હિસ્સો ધરાવે છે. અમેરિકી
પ્રતિબંધો બાદ ચીનની સરકારી ઓઈલ કંપનીઓએ પણ સમુદ્રી રસ્તે આવતા રશિયન ક્રૂડની ખરીદી
રોકી દીધી છે. જેનાથી ચીની પોર્ટ ઉપર ઈએસપીઓ બ્લેન્ડ ઓઈલની કિંમતમાં ભારે ઘટાડો આવ્યો
છે. ફેબ્રુઆરી 2022મા યુક્રેન સાથે યુદ્ધ શરૂ
થયા બાદથી રશિયન ક્રૂડ સતત પશ્ચિમી દેશોના નિશાને રહ્યું છે. ટ્રમ્પનો આરોપ છે કે ભારત
અને ચીન રશિયાથી ઓઈલ ખરીદી કરીને યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધમાં મદદ કરી રહ્યા છે.