• શનિવાર, 08 નવેમ્બર, 2025

વંદે માતરમ્ મા ભારતીની આરાધનાનો મંત્ર

નવી દિલ્હી, તા. 7 : રાષ્ટ્રગીત વંદે માતરમ્ને શુક્રવારે 150 વર્ષ પૂર્ણ થયાના પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, વંદે માતરમ્ એક મંત્ર છે, સંકલ્પ છે, ઊર્જા છે, આ ગીત મા ભારતીની આરાધના છે. દિલ્હીનાં ઈન્દિરા ગાંધી ઈન્ડોર સ્ટેડિયમમાં સમારોહને સંબોધતાં વડાપ્રધાને કહ્યું હતું કે, 1937માં વંદે માતરમ્નો એક હિસ્સો હટાવીને ટુકડા કરી દેવાયા હતા. વંદે માતરમ્નાં વિભાજને દેશનાં વિભાજનનાં બીજ રોપ્યાં હતાં. એ ભાગલાવાદી વિચારધારા આજે પણ દેશ માટે પડકાર બની રહી છે, તેવું મોદી બોલ્યા હતા. તેમણે કહ્યું હતું કે, વંદે માતરમ્નાં મૂળ રૂપમાં લખ્યું છે કે, ભારત માતા સરસ્વતી, લક્ષ્મી અને દુર્ગા છે. નવું ભારત આતંકના વિનાશ માટે દુર્ગા બનવું પણ જાણે છે. વડાપ્રધાને વંદે માતરમ્નાં 150 વર્ષ પૂરાં થવાના અવસરે એક ટપાલ ટિકિટ અને સિક્કો પણ જારી કર્યા હતા. મોદીએ આખું વર્ષ ચાલનારા સ્મૃતિ સમારોહનું ઉદ્ઘાટન કરવા સાથે એક વેબસાઈટ પણ લોન્ચ કરી હતી અને વંદે માતરમ્ના સમૂહગાન કાર્યક્રમમાં સામેલ થયા હતા. વંદે માતરમ્ દરેક યુગમાં પ્રાસંગિક છે. ભલે તેની રચના ગુલામીના દોરમાં થઈ હતી. રવીન્દ્રનાથ ટાગોરે કહ્યંy હતું કે, બંકિમચંદ્રનું આનંદમઠ માત્ર એક ઉપન્યાસ નથી, સ્વતંત્ર ભારતનું સ્વપ્ન છે. 

Panchang

dd