• શનિવાર, 08 નવેમ્બર, 2025

કરોડો એન્ડ્રોઇડ યૂઝર્સ પર હેકિંગનો ખતરો

નવી દિલ્હી, તા. 7 : એન્ડ્રોઇડ સ્માર્ટફોનના વપરાશકારો માટે ભારત સરકારની એક એજન્સી તરફથી ચેતવણી જાહેર કરવામાં આવી છે. આ ચેતવણી કમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ (CERT-in) એ આપી  છે. જે વર્ઝન માટે ચેતવણી જારી કરવામાં આવી છે તેનો ઉપયોગ ભારત સહિત દુનિયાભરમાં કરોડો લોકો કરે છે. એજન્સીએ એન્ડ્રોઇડ ઓપરાટિંગ સિસ્ટમમાં કેટલીક નબળાઈઓ શોધી કાઢી હોવાના અહેવાલ છે. હુમલાખોરો આ નબળાઈઓનો ઉપયોગ કરીને ડિવાઇસ પર મનસ્વી કોડ ચલાવી શકે છે, જે સંભવિત રીતે સ્માર્ટફોન માટે ખતરો ઉભો કરી શકે છે. CERT-in અનુસાર, આ બગ એન્ડ્રોઇડ 13, 14, 15 અને 16 ને અસર કરે છે. જેનો અર્થ એ છે કે લાખો સ્માર્ટફોન જોખમમાં છે કારણ કે એન્ડ્રોઇડ 16 એ નવીનતમ સંસ્કરણ છે. મોટાભાગના લોકો પાસે એન્ડ્રોઇડ 14 અથવા 15 ચલાવતા સ્માર્ટફોન છે. Pixel, Vivo, Oppo, Xiaomi, Realme, Motorola, OnePlus, A±hp Samsung સ્માર્ટ ફોનધારકો એન્ડ્રોઇડ વર્ઝન ચલાવે છે તો સાવચેત રહેવું. એજન્સી અનુસાર Qualcomm, NVIDIA, Broadcom અને Unisoc ઘટકોનો ઉપયોગ મોટાભાગના એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં થાય છે.  CERTની માર્ગદર્શિકા : સોફ્ટવેરને તાત્કાલિક અપડેટ કરો. સુરક્ષા પેચ છોડશો નહીં, સાટિંગ્સમાં જાઓ અને ઓટો-અપડેટ્સ ચાલુ કરો, ગૂગલ પ્લે સ્ટોર પર પ્લે પ્રોટેક્ટનો ઉપયોગ કરો, એટેચમેન્ટ ધરાવતી શંકાસ્પદ લિંક્સને ફોલો કરશો નહીં, થર્ડ પાર્ટી એપ્સ ઇન્સ્ટોલ કરવાનું ટાળો.     

Panchang

dd