કરારા (ગોલ્ડ કોસ્ટ) તા.6 : પ્લેયર ઓફ ધ મેચ અક્ષર પટેલની આગેવાનીમાં બોલરોના સહિયારા પુરુર્ષાથથી
ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ચોથી ટી-20 મેચમાં ભારતનો
48 રને સરળ વિજય થયો હતો. ભારતે
પ મેચની શ્રેણીમાં 2-1ની અપરાજિત
સરસાઇ હાંસલ કરી લીધી છે. ભારતના 8 વિકેટે 167 રનના જવાબમાં
ઓસ્ટ્રેલિયા ટીમ 18.2 ઓવરમાં 119 રનમાં ઢેર થઇ ગઇ હતી. અક્ષર
પટેલે 20 રનમાં 2 વિકેટ લીધી હતી અને 11 દડામાં અણનમ 21 રનનું મહત્ત્વનું યોગદાન આપ્યું
હતું. જ્યારે વોશિંગ્ટન સુંદરે સર્વાધિક 3 વિકેટ લીધી હતી. શ્રેણીની અંતિમ અને પાંચમી મેચ શનિવારે રમાશે. 168 રનના વિજય લક્ષ્યનો પીછો કરી રહેલ ઓસ્ટ્રેલિયાના એક સમયે નવમી
ઓવરમાં 1 વિકેટે 67 રન હતા આ પછી ભારતીય બોલરો ત્રાટક્યા હતા. આથી ઓસ્ટ્રેલિયાએ
બાવન રનમાં બાકીની 9 વિકેટ ગુમાવી
દીધી હતી. કેપ્ટન મિચેલ માર્શે સર્વાધિક 30 રન કર્યાં હતા. જ્યારે તેના ઓપનિંગ સાથીદાર મેથ્યૂ શોર્ટે 2પ રન કર્યા હતા. ઓસિ. મીડલ ઓર્ડર બેટર્સની
આવન-જાવન ચાલુ રહી હતી. આ દરમિયાન જોશ ઈંગ્લીશ 12, ટિમ ડેવિડ 14, જોશ ફિલિપ 10, માર્કસ સ્ટોઇનિસ 17, ગ્લેન મેકસવેલ 2 રને આઉટ થયા હતા. પૂંછડિયા કાંગારૂ ખેલાડીઓ પણ કાંઇ ઉકાળી શક્યા
ન હતા. પૂરી ટીમ 18.2 ઓવરમાં 119 રને ઓલઆઉટ થઇ હતી. ભારતનો 48 રને વિજય થયો હતો. સુંદરની
3 વિકેટ ઉપરાંત અક્ષર અને શિવમને 2-2 અને બુમરાહ-ચક્રવર્તીને 1-1 વિકેટ પ્રાપ્ત થઇ હતી. આ પહેલા
ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતી ભારતને દાવ આપ્યો હતો. અભિષેક શર્મા અને શુભમન ગિલ વચ્ચે પહેલી
વિકેટમાં પ6 રનની ઝડપી ભાગીદારી થઇ હતી. અભિષેક 21 દડામાં 3 ચોગ્ગા-1 છગ્ગા સાથે 28 રને આઉટ થયો હતો. આ પછી શિવમ દૂબે ઝડપી 22 રનનું યોગદાન આપી પાછો ફર્યો
હતો. કેપ્ટન સૂર્યકુમારે 10 દડામાં 2 છગ્ગા સાથે 20 રનની કેમિયો ઈનિંગ રમી હતી.
તિલક વર્મા (પ) અને જિતેશ શર્મા (3) નિષ્ફળ રહ્યા હતા જ્યારે શુભમન ગિલે 39 દડામાં 4 ચોગ્ગા-1 છગ્ગા સાથે 46 રનની સંયમિત ઇનિંગ રમી હતી. અંતમાં અક્ષર પટેલે 11 દડામાં 1 ચોગ્ગા અને 1 છગ્ગા સાથે અણનમ 21 રન કરી ભારતનો સ્કોર 8 વિકેટે 167 રને પહોંચાડયો હતો. ઓસ્ટ્રેલિયા તરફથી નાથન એલિસ અને એડમ ઝમ્પાને
3-3 વિકેટ મળી હતી.