ગાંધીધામ, તા. 7 : સંકુલમાં માર્ગ અકસ્માતના બે
બનાવમાં બે યુવાનનાં મોત નીપજ્યાં હતાં. મીઠીરોહર
પાસે બે ટ્રક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં રવીન્દ્રસિંઘ
બલવીરસિંઘ સૈનીનું ગંભીર ઈજાઓથી મોત નીપજ્યું હતું. શહેરની ભાગોળે ટ્રેઈલરે બાઈકને
હડફેટે લેતાં જતિન પ્રવીણ મારાજનો જીવનદીપ
બુઝાયો હતો. પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ મીઠીરાહર પાસે માર્ગ અકસ્માતનો
બનાવ ગત તા. 23-10ના સવારે 9 વાગ્યાના અરસામાં બન્યો હતો. હતભાગી આરોપી
પોતાના કબજાની ટ્રક પૂરઝડપે ચલાવતો હતો. આ દરમ્યાન વચ્ચે આવેલી
કારને બચાવવા ગયો હતો. કારને બચાવવા જતાં આગળ જતાં વાહન સાથે ટ્રક અથડાઈ હતી, જેમાં હતભાગીને શરીરે ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચી
હતી. સારવાર મળે તે પૂર્વે જ મોત નીપજ્યું હતું. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ગાંધીધામની ભાગોળે
નૂરી મસ્જિદ પાસે માર્ગ અકસ્માતનો બનાવ ગત તા. 30ના બપોરે 12.45 વાગ્યાના અરસામાં બન્યો હતો. જીજે-12-એયુ-5267 નંબરનાં ટ્રેઈલરના આરોપી ચાલકે
પૂરઝડપે વાહન ચલાવી એક્ટિવાને હડફેટે લીધી હતી. વાહનમાં સવાર જતિનભાઈને માથા સહિતના ભાગમાં ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચી
હતી. સારવાર મળે તે પૂર્વે જ તેમનું મોત નીપજ્યું હતું. આરોપી અકસ્માત સર્જી ફરાર થઈ ગયો હતો.