નવી દિલ્હી, તા.7 : સુપ્રીમ કોર્ટે
શુક્રવારે કહ્યું હતું કે, 12 જૂનની અમદાવાદ વિમાન દુર્ઘટનામાં
પાઈલટને દોષી ઠરાવી શકાય નહીં. લોહિયાળ દુર્ઘટનામાં જીવ ખોનારા પૈકીના એક પાઈલટ સુમિત
સભરવાલના 91 વર્ષીય પિતા પુષ્કરરાજની અરજી
પર સુપ્રીમે આવી વાત કરી હતી. આપ મન પર બોજ ન લો,
આપના પુત્રની ભૂલ હતી જ નહીં, તેવું પાઈલટના પિતાને
સુપ્રીમે જણાવ્યું હતું. જસ્ટિસ સૂર્યકાંત અને જોય માલ્યા બાગચીની ખંડપીઠે કહ્યું હતું
કે, દેશમાં કોઈ પણ એવું નથી માનતું કે, આ પાઈલટની ભૂલ હતી. પ્રારંભિક તપાસ અહેવાલમાં પણ પાઈલટ વિરુદ્ધ કોઈ આરોપ નથી.
પાઈલટ સુમિતના પિતા પુષ્કરરાજે સ્વતંત્ર તપાસની માંગ કરી હતી. આ માંગ પર સુપ્રીમે કેન્દ્ર
સરકાર અને નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશકનો જવાબ માગ્યો હતો. આ અરજી પર 10 નવેમ્બરના વધુ એક મામલા સાથે
સુનાવણી કરાશે. અરજીમાં જણાવાયું હતું કે, ખતરનાક દુર્ઘટનાની અત્યાર સુધીની તપાસ નિષ્પક્ષ નથી રહી. અમદાવાદ વિમાન દુર્ઘટનામાં
29 મોત થયાં હતાં, જેમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું
પણ નિધન થયું હતું.