• શુક્રવાર, 18 જુલાઈ, 2025

અવસાન નોંધ

ભુજ : ઠા. વિઠ્ઠલદાસ પ્રભુલાલ (નાયાણી) (ઉ.વ. 83) (પી.ડબલ્યુ.ડી. નિવૃત્ત કર્મચારી) તે સ્વ. રાધાબેન તથા સ્વ. પ્રભુલાલ બેચરના પુત્રશાન્તાબેનના પતિ, સ્વ. કનુભાઇ તથા લીલુબેનના પિતા, આશાબેન તથા મુકેશકુમાર પૂજારા (પી.ડબલ્યુ.ડી. કર્મચારી)ના સસરા, સ્વ. નર્મદાબેન પ્રેમજીભાઇ પૂજારા, ગં.સ્વ. નીમુબેન હરગોવિંદ સાયતા (ભાભર)ના ભાઇ, સ્વ. રાધાબેન પ્રેમજીભાઇ પૂજારાના જમાઇ, સ્વ. તુલસીદાસ, સ્વ. નર્મદાબેન, સ્વ. મેઘજીભાઇ, ગં.સ્વ. ઇન્દુબેન ચમનલાલ કારિયાના કાકાઇ ભાઇ, સ્વ. ધારજી બેચરભાઇના ભત્રીજા, શાન્તુબેન, સ્વ. જેન્તીભાઇ, દીપક સાયતાના મામા, સ્વ. હેમલતાબેન, સ્વ. કમળાબેન, સ્વ. પુષ્પાબેન, જવેરબેનના બનેવી, મહેન્દ્ર, અંકિતાના દાદા, કલ્પના મહેન્દ્રના દાદાજી, સૂરજ, અમન (શિવમ), સાહિલના નાના, હેમાન્શી સૂરજના નાનાજી અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 18-7-2025ના સાંજે 5થી 6 કતિરા પાર્ટીપ્લોટ હોલ, લોહાણા મહાજનવાડી, વી.ડી. સ્કૂલ પાસે, ભુજ ખાતે.

ભુજ : મનીષ (જૈન ટ્રાવેલ્સ ) (ઉ.વ. 55) તે સ્વ. શાહ રસિકલાલ ભાણજી  (આદોનીવાળા) અને સરોજબેનના પુત્ર, ભાવનાબેનના પતિ, અંજના પંકજ શાહ (બેંગ્લુરુ), હરેશ (આદોની)ના ભાઈ, હેમના પિતા, વૈશાલીના જેઠ, નમન અને છવીના કાકા, હાર્દિક અને દીક્ષિતાના મામા, સ્વ. સરલાબેન વિનોદભાઈ નાનાલાલ બારૂ (ઠક્કર) (કાદિયા)ના જમાઈ, સ્વ. શાહ રવિલાલ આશકરણ (આકોલા)ના દોહિત્ર, સ્વ. ગુણવંતીબેન મોહનલાલ શાહ, સ્વ. વ્રજલાલભાઈ, સ્વ. પ્રભુલાલભાઈ, કંચનબેન પૂનમચંદ શાહ (હૈદરાબાદ), સ્વ. રમેશભાઈ, સ્વ. નરેન્દ્રભાઈ, સ્વ. રંજનબેન સૂરજમલ શાહ (માંડવી)ના ભત્રીજા, સ્વ. જ્યોતિબેન ખુશાલભાઈ શાહ, સ્વ. રજુબેન અશ્વિનભાઈ શાહ, ભારતી સુરેન્દ્ર વોરા (મુંબઈ), ભૂપેન્દ્ર, યોગેશ, પંકજ, ભદ્રાબેન નરેન્દ્રભાઈ શાહ, કલ્પના કમલેશ શાહ (મુંબઈ)ના ભાણેજ, રાજનભાઈ, મમતા દીપકભાઈ શેઠિયા, વંદના કિરીટભાઈ જોબનપુત્રા (અંજાર), કોમલ હિમાંશુભાઈ કતિરાના બનેવી, હેમાલીબેનના નંણદોયા, સ્વ. વીરજી ઊમરશી ધીરાવાણી (બિટ્ટા)ના દોહિત્રી જમાઈ તા. 16-7-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 17-7-2025ના ગુરુવારે સાંજે 4.30થી 5.30 પ્રથમ માળે, જૈન ગુર્જરવાડી, વાણિયાવાડ, ભુજ ખાતે.

ભુજ : પઠાણ અનવરખાન અજીજખાન (ઉ.વ. 67) (નિવૃત્ત જી.ઇ.બી. ડ્રાઇવર) તે મ. અજીજખાન (નિવૃત્ત જી.ઇ.બી.)ના પુત્ર, મ. ઉમરખાન, મહમદખાનના ભત્રીજા, દિલાવરખાન, અકબરખાન, મ. રસુલખાન, અયુબખાન, ફિરોજખાનના ભાઇ, અજીમ શિકારીના સાળા, સિકંદરખાન, એજાજખાનના પિતા, મહમદરફીક કુરેશી, મહમદરફીક સોઢાના સસરા, સોમીલ, સુહાનના દાદા, જુબેર, આદીલ, સાહિલ, અમન, અયાનના મોટાબાપા, અકરમ, દાનિશ, ઇમરાન, ઇર્શાદના મામા, માસૂમ, ઝાબીરના નાના તા. 16-7-2025ના અવસાન પામ્યા છે. જિયારત તા. 18-7-2025ના શુક્રવારે સવારે 10થી 11 નિવાસસ્થાન દાતારપીર ચોક, મદીના મંજીલની બાજુમાં, કેમ્પ એરિયા, ભુજ ખાતે.

ગાંધીધામ : મૂળ મોટી ચીરઈના ગં.સ્વ. જયાબેન દેવશીભાઈ ઠક્કર (રાચ્છ) (ઉ.વ. 79) તે સ્વ. દેવશીભાઈ મંગળજી ઠક્કરના પત્ની, સ્વ. કુંવરબેન મંગળજીના પુત્રવધૂ, હેમલતાબેન, રસિકભાઈ, મીનાબેન, સંજયભાઈના માતા, જ્યોતિબેન, પ્રીતિબેન, સુરેશકુમાર કારિયા (મુંબઈ), ભગવાનજીભાઇ કારિયા (ભચાઉ)ના સાસુ, સ્વ. ભગવાનજીભાઇ, જવાહરભાઈ, સ્વ. ભરતભાઈ, કાન્તિ, કિશોરભાઈ, સ્વ. વસંતીબેન, દમયંતીબેનના ભાભી, અક્ષય, વિનિત, જીનલ, હેત્વીના દાદી, હિનાબેનના દાદીસાસુ, હેમંત, હિત, ક્રિશાના નાની, સ્વ. રંભાબેન લવજીભાઈ ત્રિકમજીભાઇ પૂજારા (મનફરા)ના પુત્રી, ધનવંતીબેન, સ્વ. લક્ષ્મીબેન, ગૌરીબેન, સ્વ. ચમનભાઈ, સ્વ. લાલજીભાઈ, સ્વ. કિશોરભાઈ, ઈશ્વરભાઈના બહેન તા. 14-7-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 17-7-2025ના ગુરુવારે સાંજે 5થી 6 ઝૂલેલાલ મંદિર હોલ, શિવ હોટેલ પાસે, ગાંધીધામ ખાતે. (લૌકિક વ્યવહાર બંધ છે)

માંડવી : મહેશ રામજી ફોફિંડી (ઉ.વ. 69) તે સ્વ. જશોદાબેન રામજી માધવજીના પુત્રપુષ્પાબેનના પતિ, પરિમલ, લવના પિતા, પ્રેસિતા, રિદ્ધિના સસરા, સ્વ. અરવિંદ, પરસોત્તમ (માંડવી નગરપાલિકા), સ્વ. પુનિતા નરશી મોતીવરસના ભાઇ, ગં.સ્વ. હંસાબેનના દિયર, કલ્પનાબેનના જેઠ, હીરલ, દિનેશ, શૈતર, બ્રિજેશ, સુમિત, ચિરાગના કાકા, કૃપા લલિત માલમના મામા, કાજલ, તોરલ, ભૂમિના કાકાસસરા, સુશીલ, દૈવિકના દાદા, હિતાર્થી, કવિશા, નિર્વાના નાના તા. 14-7-2025ના અવસાન પામ્યા છે. ભાઇઓ-બહેનોની પ્રાર્થનાસભા તા. 17-7-2025ના સાંજે 4થી 5 રામેશ્વર વાડી, માંડવી ખાતે.

સેડાતા (તા. ભુજ) : હિંગોરા ખતુબાઇ અલીમામદ (ઉ.વ. 70) તે હિંગોરા આધમના માતા, મામદ સદીક, અબ્દુલ રમજાન, આમદ અલારખિયાના કાકી, ઇબ્રાહિમ, અબ્દુલ, આધમના સાસુ તા. 16-7-2025ના અવસાન પામ્યા છે. જિયારત તા. 18-7-2025ના શુક્રવારે સવારે 9.30થી 10.30 સેડાતા (તા. ભુજ) ખાતે.

નાના વરનોરા (તા. ભુજ) : મોખા સાહિલ અયુબ (ઉ.વ. 26) તે અયુબ ઇશાના પુત્ર, ઉમર ઇશા, કાસમ, યાકુબના ભત્રીજા, રજાક, મુસ્તાક, અલ્તાફના કાકાઇ ભાઇ તા. 16-7-2025ના અવસાન પામ્યા છે. તાજિયત તા. 16, 17, 18-7 (ત્રણ દિવસ) નિવાસસ્થાન નાના વરનોરા ખાતે.

હાજીપીર (તા. ભુજ) : મુજાવર કરીમાબાઈ મુબારક (ઉ.વ. 60) તે મ. મુજાવર મુબારક મમુ (પૂર્વ સરપંચ)ના પત્ની, હારુન (પૂર્વ ઉપસરપંચ), ઈકબાલના માતા તા. 15-7-2025ના અવસાન પામ્યા છે. જિયારત તા. 18-7-2025ના શુક્રવારે સવારે 10થી 11 જામા મસ્જિદ, હાજીપીર ખાતે.

ઝરપરા (તા. મુંદરા) : ભાણજીભાઈ પૂંજાભાઈ ડુગળિયા (ઉ.વ. 58) સ્વ. નારાણભાઈ માલશીભાઈ પાતારિયા (મોટી ભુજપુર)ના જમાઈ, સ્વ. રાયશીભાઈ, નરાસિંહભાઈ, પાલુભાઈના ભાઈ, દીપકભાઈ, પરેશભાઈ, પંકજભાઈના પિતા તા. 15-7-2025ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ તા. 17-7-2025ના આગરી તથા તા. 18-7-2025ના ઘડાઢોળ (પાણી) નિવાસસ્થાને પ્રતાપપર વાડી વિસ્તાર, મુંદરા ખાતે.

રવાપર (તા. નખત્રાણા) : રાયસિંહ શંભુસિંહ સોઢા (ઉ.વ. 78) તે સોઢા ધાખળસિંહ, સોઢા ચંદનસિંહ, સોઢા સાંગસિંહ, નીમસિંહ, સોઢા ભીખસિંહ, સોઢા ઇન્દ્રસિંહ, કમલસિંહ, સોઢા ઇશ્વરસિંહના ભાઇ, સોઢા વાંકસિંહ જાનસિંહના ભત્રીજા, સોઢા દેવીસિંહ, નરપતસિંહ, અર્જુનસિંહ, હાથીસિંહ, શ્રવણસિંહના પિતા, સોઢા ભગવાનસિંહ, ગિરધરસિંહ, ઉગમસિંહ, વિક્રમસિંહ, વિરમસિંહના મોટાબાપુ, ગેમરસિંહ, જશરૂપસિંહ, ભગવાનસિંહ, પદમસિંહના કાકા, જશવંતસિંહ, બહાદુરસિંહ, મહાવીરસિંહ, જયવીરસિહ, શક્તિસિંહ, મયૂરસિંહના દાદાબાપુ તા. 14-7-2025ના અવસાન પામ્યા છે. બારસ તા. 25-7-2025ના નિવાસસ્થાન મેવાનગર, રવાપર ખાતે.

પીપરાળા (તા. સાંતલપુર) : વાગડ ઔદિચ્ય બ્રહ્મસમાજ ત્રણ પગરણા ચાર ચોવીસીના ભરતભાઇ રાવલ (ઉ.વ. 37) તે ગૌરીબેન ગૌરીશંકર રાવલના મોટા પુત્ર, અલકાબેનના પતિ, સાચી અને જલના પિતા, હરેશભાઇ, હેતલબેનના મોટા ભાઇ, જોષી શાંતિલાલ ગૌરીશંકરના જમાઇ, નીતાબેન, જગદીશકુમાર, મહેશભાઇના બેનવી, રિદ્ધિ અને રાજના મામા, ભાનુમતીબેનના જેઠ, દેવાંશીના મોટાબાપા, સ્વ. રામસ્વરૂપ લક્ષ્મીશંકર ડિધારી (દેશલપર)ના ભાણેજ તા. 9-7-2025ના અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા (કાણ) મોરિયા તા. 21-7-2025ના સોમવારે નિવાસસ્થાન પીપરાળા ખાતે. 

Panchang

dd