માનકૂવા, તા. 17 : ભુજ તાલુકામાં બળદિયાથી નારણપર
રસ્તામાં આવેલી પાપડી એક બાજુથી ખુલ્લી હોવાથી સત્વરે સમારકામ કરવામાં આવે તેવી જાગૃતો
દ્વારા માંગ કરાઇ હતી. આ રસ્તા પર ડાબી બાજુએ પાપડી ખુલી હોવાથી વરસાદી વહેણમાં અકસ્માત
સર્જાવાની ભીતિ વ્યક્ત કરાઇ હતી. ગાય-ભેંસ વિ. પશુઓ પણ આ સ્થળેથી નીરણ માટે લઇ જવાતા
હોવાથી પડતી મુશ્કેલી બાબતે જણાવાયું હતું તેમજ આ રસ્તા પર માનકૂવા, ભારાસર, નારણપર,
દહીંસરા, બળદિયા વિ. ગામના લોકોની અવરજવર વધુ રહે
છે, ત્યારે સત્વરે જવાબદારો દ્વારા કામગીરી હાથ ધરાય તેવી ભુજ
તાલુકા આર.ટી.આઇ. પ્રમુખ પ્રફુલ્લગિરિ ગોસ્વામી દ્વારા જણાવાયું હતું.