• શુક્રવાર, 18 જુલાઈ, 2025

બોચામાં એસ્કેવેટર મશિનથી થતાં ગેરકાયદે ખનન પર કાર્યવાહી

ભુજ, તા. 17 : મુંદરાના બોચામાં સરકારી પડતર જમીનમાંથી એસ્કેવેટર મશિનથી સખત મોરમ (ખનિજ)ના ગેરકાયદે થતાં ખનનને એલસીબીએ ઝડપી પાડયું છે. આ અંગે એલસીબીએ જાહેર કરેલી વિગતો મુજબ તેમની ટીમ પ્રાગપર પોલીસ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી, ત્યારે ખાનગી બાતમી મળી હતી કે, બોચા ગામથી પૂર્વ દિશામાં સરકારી ટાવર્સની પડતર જમીનમાંથી એસ્કેવેટર મશિનથી ગેરકાયદે રીતે સખત મોરમ (ખનિજ)નું ખનન થઇ રહ્યું છે. આ બાતમીને પગલે એલસીબીએ ઘટના સ્થળે ધસી જઇ એસ્કેવેટર મશિનથી ખાણકામ કરતા ઇસમ મોહંમદ સલમાન મોહંમદ સલીમ આલમ (રહે. મૂળ બિહાર, હાલે કારાઘોઘા)ને આ એસ્કેવેટર મશિન બાબતે પૂછતાં જણાવ્યું કે, આ મશિન ભીખુભા રાઠોડ (રહે. કારાઘોઘા)નું છે અને સોનાભાઇ ધાલાભાઇ રબારી (રહે. બોચા)ના કહેવાથી આ ખાણકામ કરવામાં આવે છે. આ ખાણકામ સબબ લીઝ કે પરવાનગી અંગે પૂછતાં કોઇ આધાર-પુરાવા ન હતા. આ જગ્યા પર થયેલાં આ ખાણકામની ખરાઇ કરવા ખાણ ખનિજ વિભાગ, અંજારને સ્થળ તપાસણી માટે રૂબરૂમાં રિપોર્ટ આપી જાણ કરવામાં આવી હતી અને 15 લાખનાં મશિનને સીઝ કરી પ્રાગપર પોલીસને સોંપી આગળની કાર્યવાહી કરવામાં આવી છે. 

Panchang

dd