• શુક્રવાર, 18 જુલાઈ, 2025

મુંદરા પોર્ટ પર સીબીઆઈસીના ઝોનલ મેમ્બર શ્રી ગર્ગેની મુલાકાત

મુંદરા, તા. 17 :  બુધવારે દિલ્હી સ્થિત સીબીઆઈસીના ઝોનલ મેમ્બર યોગેન્દ્ર ગર્ગેની સાથે ગુજરાત રાજ્ય કસ્ટમના ચીફ કમિશનર પ્રાણેશ પાઠકે મુંદરાની મુલાકાત લીધી હતી. તેઓ અમદાવાદથી આવ્યા હતા. સવારે પોર્ટ પરનાં  કસ્ટમ હાઉસમાં અહીંની કમિશનર નીતિન સૈની તેમજ અદાણી પોર્ટના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર  રક્ષિતભાઈ શાહે સ્વાગત કર્યું હતું. શ્રી ગર્ગેએ પોર્ટની વિઝિટ કરી મોડલ હાઉસની મુલાકાત કરી પોર્ટની માહિતી જાણી જરૂરી સૂચનો કર્યાં હતાં. આ મુલાકાતમાં અદાણી પોર્ટના મેનેજર  કૌશિકભાઇ જોશી સાથે રહ્યા હતા. બાદમાં અહીંના ટ્રેડ સાથે એક બેઠક યોજાઈ હતી, જેમાં આયાત નિકાસની ગતિ તેજ કરવા ખૂટતી કડીઓ અંગે પ્રશ્નો સાંભળ્યા તેમજ નિરાકરણની ખાત્રી આપી હતી. પોર્ટની અવિરત વિકાસની નોંધ લઈ અદાણી પોર્ટને અભિનંદન પાઠવ્યાં હતાં. જ્યારે બીજા દિવસે કંડલા પોર્ટની મુલાકાત લીધી હતી, જેમાં  કમિશનર મોહન રાવે આવકાર આપ્યો હતો. કસ્ટમ અધિકારીઓ સાથે કાસેઝ ઝોનમાં ત્યાંના ટ્રેડ સાથે માટિંગ કરવામાં આવી હતી, જેમાં  ટ્રેડને લગતા પ્રશ્નો સાંભળી સૂચનો કર્યાં હતાં.  

Panchang

dd