• શુક્રવાર, 18 જુલાઈ, 2025

પડાણાનાં કારખાનામાં આગથી ભારે દોડધામ

ગાંધીધામ, તા. 17 : તાલુકાના પડાણામાં આવેલા કારખાનામાં અચાનક આગ લાગતાં દોડધામ થઇ પડી હતી. જો કે, આ બનાવમાં કોઇ જાનહાનિ થઇ નહોતી. પડાણાની સીમમાં બાલાજી કાંટાની બાજુમાં કષ્ટભંજન ઇકો એનર્જી નામના કારખાનામાં તા. 15/7ના વહેલી પરોઢે આગનો બનાવ બન્યો હતો. કારખાનામાં અચાનક લાઇટ જતાં જિજ્ઞેશ ભરત જેતાણી જોવા જતાં ઇલેક્ટ્રીક પેનલમાં આગ લાગેલી જણાઇ હતી. તેણે આગ ઓલાવવાની કોશિશ કરી હતી, બાદમાં આસપાસના લોકોને બોલાવી પ્રયત્ન કર્યા હતા, છતાં આગ કાબૂમાં ન આવતાં અગ્નિશમન દળને જાણ કરાઇ હતી. દોઢ-બે કલાક બાદ આગ કાબૂમાં આવી હતી. આ બનાવમાં રૂા. 43 લાખની નુકસાનીનો અંદાજ આંકવામાં આવ્યો હતો. બનાવની આગળની તપાસ પોલીસે હાથ ધરી છે. 

Panchang

dd