હરારે, તા. 16 : ત્રિકોણીય ટી-20 શ્રેણીમાં આજે મેચમાં દક્ષિણ
આફ્રિકા વિરુદ્ધ ન્યૂઝીલેન્ડનો 21 રને સંગીન
વિજય થયો હતો. ન્યૂઝીલેન્ડના 20 ઓવરમાં પાંચ
વિકેટે 173 રનના જવાબમાં દ. આફ્રિકા ટીમ
18.2 ઓવરમાં 1પ2 રનમાં ઓલઆઉટ થઇ હતી. પ્લેયર ઓફ ધ મેચ કિવિ બેટર ટિમ રોબિન્સને
પ7 દડામાં છ ચોગ્ગા અને ત્રણ છગ્ગાથી 7પ રનની અણનમ ઇનિંગ્સ રમી હતી. જ્યારે મેટર
હેનરી અને જેકબ ડફીએ 3-3 વિકેટ લીધી
હતી. આ ત્રિકોણીય ટી-20 શ્રેણીની
પહેલી મેચમાં આફ્રિકાએ ઝિમ્બાબ્વેને પાંચ વિકેટે હાર આપી હતી. ન્યૂઝીલેન્ડના દાવની
શરૂઆત નબળી રહી હતી. નવ ઓવરમાં 70 રનમાં પાંચ
વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી ટીમ રોબિન્સન અને બેવન જેકબ્સ વચ્ચે છઠ્ઠી વિકેટની અતૂટ
ભાગીદારીમાં 63 દડામાં 123 રનનો ઝડપી ઉમેરો થયો હતો. જેકબ્સ
30 દડામાં એક ચોગ્ગા-ત્રણ છગ્ગાથી
44 રને નોટઆઉટ રહ્યો હતો. આફ્રિકા
તરફથી વેના મફાકાને બે વિકેટ મળી હતી. ટિમ સિફર્ટ 22, ડવેન કોન્વે નવ, ડેરિલ મિચેલ પાંચ અને મિચેલ હે બે રને આઉટ થયા હતા. જિમે નિશન ડક થયો હતો.
174 રનના વિજય લક્ષ્યનો પીછો કરતા
દ. આફ્રિકા ટીમ 1પ2 રને ઢેર થઇ હતી. જેમાં ડેવાલ્ડ બ્રેવિસના
18 દડામાં 3પ અને જોર્જ લિંડેના 20 દડામાં 30 રન મુખ્ય હતા. કેપ્ટન રાસી
વાન ડૂસેન સહિતના બાકીના આફ્રિકી બેટર્સ નિષ્ફળ રહ્યા હતા.