• શુક્રવાર, 18 જુલાઈ, 2025

ખાવડામાં તાલીમ અંતર્ગત માલધારીઓને પશુ આરોગ્ય, પોષણ સહિતની સમજ અપાઈ

ભુજ, તા. 17 : એગ્રોસેલ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડના સી.એસ.આર. વિભાગ હેઠળ બન્ની અને પચ્છમ વિસ્તારમાં  કાર્યરત એગ્રોસેલ પશુ સારવાર કેન્દ્ર, ખાવડા ખાતે માલધારી ટ્રાનિંગ યોજાઈ હતી, જેમાં 35 માલધારીએ ભાગ લીધો હતો. વિષય નિષ્ણાત ડો. લાલાણી દ્વારા માલધારીઓને પશુ આરોગ્ય, પોષણ અને સચોટ સારવાર અંગે માહિતી આપવામાં આવી હતી. એ ઉપરાંત પશુના રોગો, લક્ષણો અને તેનું નિદાન, પશુ સારવારનાં સાધનો અને દવાઓનો યોગ્ય ઉપયોગ કેવી રીતે કરવો, પશુઓને થતી  બીમારીઓના દેશી ઉપચાર જેવા વિષયોને પણ તાલીમમાં આવરી લેવામાં આવ્યા હતા.એગ્રોસેલ પશુ સારવાર દ્વારા કરવામાં આવતી ઓન કોલ સર્વિસ, મિનરલ મિક્સચર, રસીકરણ, પશુ આરોગ્યને લગતા જાગૃતિ કાર્યક્રમ જેવી વિવિધ પ્રવૃત્તિઓ વિશે માહિતી આપવામાં આવી હતી. એગ્રોસેલ ફાઉન્ડેશનના રામજીભાઈએ માલધારીઓ માટેની ઓન કોલ સર્વિસ વિશે માહિતી આપી હતી. એગ્રોસેલ પશુ સારવાર ટીમના મેમ્બર્સ સઈદભાઈ, ગફુરભાઈ અને રાજેશભાઈએ તાલીમની વ્યવસ્થા સંભાળી હતી. તાલીમમાં સામેલ થયેલા માલધારીઓએ જણાવ્યું હતું કે, એગ્રોસેલ પશુ સારવાર દ્વારા આયોજિત આવા તાલીમ પ્રોગ્રામ દ્વારા અમને દેશી ઉપચાર વિશે પણ જાણકારી મળે છે. સાથે, ઓન કોલ સર્વિસ દ્વારા અમારા પશુઓને તાત્કાલિક સારવાર મળે છે. આ તમામ પ્રવૃત્તિઓથી માલધારીઓને ઘણો ફાયદો  થાય છે. 

Panchang

dd