ન્યૂ ચંદિગઢ, તા. 8 : અફઘાનિસ્તાન વિરુદ્ધ
એક માત્ર ટેસ્ટ મેચમાં ભારતનો સંપૂર્ણ વર્ચસ્વ સાથે એક દાવ અને 300 રને વિક્રમી વિજય થયો છે. ભારતીય ટેસ્ટ ક્રિકેટ ઈતિહાસનો
આ સૌથી મોટો વિજય છે. ફકત ત્રણ દિવસની અંદર અફઘાન ટીમ ભારતની સ્પિન બોલિંગ સામે નતમસ્તક
થઇ ગઇ હતી. ભારતના પહેલા દાવમાં 8 વિકેટે પ64 રન ડિકલેરના જવાબમાં આજે લંચ સમયે અફઘાનિસ્તાન ટીમ
પહેલા દાવમાં 1પ2 રનમાં
ઓલઆઉટ થઇ હતી. માનવ સુથારે પર્દાપણ મેચમાં જ 6 વિકેટ
ઝડપી હતી. ભારતને 412 રનની સરસાઇ મળી હતી
અને અફઘાનિસ્તાનને ફોલોઓનની ફરજ પાડી હતી. બીજા દાવમાં પણ અફઘાન ટીમ ભારતની સ્પિન જાળમાં
ફસાઇ હતી અને 112 રને ડૂલ થઇ ગઇ હતી. અફઘાન ટીમે છેલ્લી 9 વિકેટ 38 રનમાં
ગુમાવી હતી. બીજા દાવમાં વોશિંગ્ટન સુંદરે સૌથી વધુ 4 વિકેટ લીધી હતી. કુલ 7 વિકેટ લેનાર માનવ સુથાર પોતાની પહેલી ટેસ્ટમાં જ પ્લેયર
ઓફ ધ મેચ જાહેર થયો હતો. ફોલોઓન થયા પછી અફઘાનિસ્તાને બીજા દાવમાં શરૂઆત સારી કરી હતી
અને એક સમયે 1 વિકેટે 74 રન
કર્યાં હતા. આ પછી નાટકિય ધબડકો થયો હતો. સુંદર અને કુલદીપની સ્પિન જાળમાં અફઘાન બેટર્સ
ફસાયા હતા અને પૂરી ટીમ 3પ.પ ઓવરમાં 112 રને ઓલઆઉટ થતાં ભારતનો એક દાવ અને 300 રને ઝળહળતો વિજય થયો હતો. કુલદીપને 3 અને માનવ-સિરાજને 1-1 વિકેટ મળી હતી. બીજા દાવમાં અફઘાનિસ્તાન તરફથી સૌથી
વધુ 42 રન સેદિકુલ્લાહ અટલે કર્યાં હતા જ્યારે 24 રન ગુરબાજે કર્યાં હતા. 7 બેટર ડબલ ફીગર સુધી પણ પહોંચી શકયા ન હતા. આ પહેલા
આજે લંચ પહેલા અફઘાનિસ્તાનનો પહેલો દાવ પ8.4 ઓવરમાં
1પ2 રને
સમાપ્ત થયો હતો. જેમાં રહમત શાહના 60 રન
મુખ્ય હતા. માનવ સુથારે ડેબ્યૂ મેચમાં જ ફાઇવ વિકેટ હોલ બનાવ્યો હતો. તેણે 33 રનમાં 6 વિકેટ
લીધી હતી. કૃષ્ણાને 3 અને સુંદરને 1 વિકેટ મળી હતી.
ભારતનો સૌથી મોટો
ટેસ્ટ વિજય
એક ઇનિંગ અને 300 રન વિ. અફઘાનિસ્તાન ન્યૂ ચંદિગઢ 2026
એક ઇનિંગ અને 272 રન વિ. વેસ્ટ ઈન્ડિઝ રાજકોટ 2018
એક ઇનિંગ અને 262 રન વિ. અફઘાનિસ્તાન બેંગ્લુરુ 2018
એક ઇનિંગ અને 239 રન વિ. બાંગલાદેશ મિરપુર 2007
એક ઇનિંગ અને 239 રન
વિ.શ્રીલંકા નાગપુર 2017