• મંગળવાર, 09 જૂન, 2026

બ્રોડકાસ્ટર્સ સાથે ચર્ચા બાદ નિર્ણય : પહેલી જુલાથી શરૂ થનારી શ્રેણી રાત્રિના 11 વાગ્યાના બદલે 10 વાગ્યે રમાશે

નવી દિલ્હી, તા. 8 : 15 વર્ષીય વૈભવ સૂર્યવંશીને ઈંગ્લેન્ડ પ્રવાસ માટે ટી-20 ટીમમાં સામેલ કરાયો છે, ત્યારે ભારતીય ક્રિકેટરસિકો માટે એક સારા સમાચાર આવ્યા છે. ઇંગ્લેન્ડમાં આગામી ટી-20 શ્રેણી જોવા માટે મોડે સુધી જાગવું પડશે નહીં. ભારતમાં ટેલિવિઝન દર્શકોની સંખ્યા વધારવાના હેતુથી ઇંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ (ઈસીબી)એ મહત્ત્વનો નિર્ણય લીધો છે. એક મીડિયા હેવાલ મુજબ, ભારતના ઇંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન ત્રણ ફ્લડલાઇટ ટી-20 માટે શરૂઆતના સમયમાં સુધારો કરી ભારતીય સમય મુજબ રાત્રે 10 વાગ્યે મેચો શરૂ કરવાનો નિર્ણય લીધો છે, જે પહેલાં 11 વાગ્યે શરૂ થવાની હતી. ભારત 1 જુલાઈથી 19 જુલાઈ દરમિયાન ઇંગ્લેન્ડમાં પાંચ ટી-20 અને ત્રણ ઓડીઆઈ રમશે. બ્રોડકાસ્ટર્સ સાથે ચર્ચા કર્યા પછી ઈસીબીએ ત્રણ સાંજના ટી-20ના શરૂઆતના સમયમાં એક કલાકનો વધારો કર્યો છે. ગયા વર્ષે જાહેરાત કર્યા મુજબ, મેચો મૂળ સ્થાનિક સમય મુજબ સાંજે 6.30 વાગ્યે (ભારતીય સમય મુજબ રાત્રે 11 વાગ્યે) શરૂ થવાની હતી. જો કે, હવે તે સ્થાનિક સમય મુજબ સાંજે 5.30 વાગ્યે (ભારતીય સમય મુજબ રાત્રે 10 વાગ્યે) શરૂ થશે. આ ગોઠવણનો અર્થ એ છે કે, ભારતના ચાહકો મેચો સવારે 3 વાગ્યા સુધી લંબાવવાને બદલે રાત્રે 2 વાગ્યાની આસપાસ સમાપ્ત થવાની અપેક્ષા રાખી શકે છે. આ નિર્ણય ફરી એકવાર અંગ્રેજી ક્રિકેટ માટે ભારતીય મેચોના વ્યાપારી મહત્ત્વ પર ભાર મૂકે છે. નોંધનીય છે કે, બીસીસીઆઈ દ્વારા આયર્લેન્ડ સામેની બે મેચની ટી-20 શ્રેણી અને ઇંગ્લેન્ડ સામેની પાંચ મેચની ટી-20 શ્રેણી માટે ભારતની ટીમોની જાહેરાત કર્યાના થોડા દિવસો પછી સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

Panchang

dd