ગાંધીધામ, તા. 8 : ગાંધીધામ મહાનગરપાલિકા
દ્વારા જાહેરમાં કચરો ફેકનાર સામે 5000 થી
લઈને 10,000 સુધીની દંડાત્મક કાર્યવાહી કરવામાં આવે છે. પરંતુ યોગ્ય
વ્યવસ્થાઓ ના અભાવે નાગરિકો પરેશાન છે તે પૈકીના એક ધંધાર્થી કચરાના કોથળા ભરીને પાલિકા
કચેરીએ પહોંચતા કર્મચારીઓ પણ ચોકી ઉઠ્યા હતા તે ધંધાર્થીએ નાયબ મ્યુનિસિપલ કમિશનર સમક્ષ
વ્યથા ઠલવી હતી વર્ષે લગભગ 15.83 કરોડ થી વધુ રૂપિયા
ખર્ચવામાં આવી રહ્યા છે છતાં સ્થિતિમાં કોઈ સુધારો થતો નથી. પરિણામે હવે નાગરિકો કંટાળી
રહ્યા છે અને કચરાના કોથળા લઈને પાલિકા પહોંચી રહ્યા છે થોડા સમય પહેલાં જાહેરમાં ગંદકી ફેલાવવા બદલ ધંધાર્થીને
દંડ ફટકારવામાં આવ્યો હતો. ત્યાર પછી કચરા નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી ધંધાર્થીએ
કચરો કરીને પ્લાસ્ટિકના કોથળા ભર્યા હતા. યોગ્ય નિકાલ ન થતા કચરાના કોથળા ભરીને મહાનગરપાલિકા
કચેરીએ પહોંચ્યા હતા. નાયબ મ્યુનિસિપલ કમિશનર સંજય રામાનુજની કચેરી બહાર જ આ કચરા ના
કોથળા રાખીને ધંધાર્થીએ પોતાની વ્યથા વ્યક્ત કરી હતી. અધિકારીએ તેમને વ્યવસ્થિત સાંભળીને
યોગ્ય વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવશે તેવી ખાતરી આપી હતી. પરંતુ જ્યારે ધંધાર્થી રજૂઆત
કરતા હતા ત્યારે સફાઈ વિભાગના કર્મચારી સાથે નાયબ મ્યુનિસિપલ કમિશનરની સામે જ માથાકૂટ
થઈ હતી. લોકો સાથે માથાકૂટ કરવાના બદલે વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવે તે જરૂરી છે. પરંતુ
તત્કાલીન સમયની નગરપાલિકા થી લઈને મહાનગરપાલિકા સુધીમાં સફાઈ ની સ્થિતિમાં કોઈ સુધારો
જોવા મળ્યો નથી. હાલના સમયે પણ તિજોરીમાંથી કરોડો રૂપિયાની સફાઈ થાય છે પરંતુ જમીન
ઉપર ગંદકી યથાવત જોવા મળી રહી છે. સ્વભંડોળની આવક કરતા અનેક ઘણો ખર્ચ થઈ રહ્યો છે અને
તેમાં પણ ખાસ કરીને સફાઈ પાછળ રૂપિયા ખર્ચાય છે અને સમયસર કોન્ટ્રાક્ટરોના પેમેન્ટ
થતા નથી. પરિણામે કામગીરી ઉપર અસર પડે છે.
નેતાઓ અને અધિકારી ખરેખર વ્યવસ્થિત આયોજન બનાવીને સ્વચ્છતા અભિયાન સાર્થક બને
તે દિશામાં પ્રયાસ કરવા જરૂરી છે. નાગરિકો ગંદકીથી કંટાળી ગયા છે એટલા માટે જ હવે કચરાના
કોથળા ભરીને મહાનગરપાલિકા પહોંચી રહ્યા છે. સ્થિતી વધુ ગંભીર બને તે પહેલા તંત્ર સજાગ
થાય તેવી માંગ જાગૃત નાગરિકો કરી રહ્યા છે.