ન્યૂ ચંદિગઢ, તા.8 : રાજસ્થાનના 23 વર્ષીય સ્પિન ઓલરાઉન્ડર માનવ સુથારે પદાર્પણ મેચમાં
જ વિક્રમોની હારમાળા રચી છે. અફઘાનિસ્તાન સામેની એકમાત્ર ટેસ્ટના પહેલા દાવમાં 6 અને બીજા દાવમાં 1 વિકેટ લેનાર માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ બન્યો હતો. માનવ સુથારના શાનદાર દેખાવથી
ભારતનો એક દાવ અને 300 રને મહાવિજય થયો હતો.
માનવ સુથાર ટેસ્ટ ડેબ્યૂમાં ફાઇફર (પ વિકેટ) લેનાર 10મો ભારતીય બોલર બન્યો છે. આ ઉપરાંત ડેબ્યૂ ટેસ્ટની એક ઇનિંગમાં 33 રનમાં 6 વિકેટ
ઝડપીને માનવ સુથાર આર. અશ્વિનથી આગળ થયો છે. અશ્વિને 2011માં તેની પહેલી ટેસ્ટમાં 47 રનમાં 6 વિકેટ
લીધી હતી. માનવથી આગળ નરેન્દ્ર હિરાવણી છે. તેણે 1988માં પોતાની પહેલી ટેસ્ટમાં વિન્ડિઝ સામે પહેલા દાવમાં
61 રનમાં 8 અને
બીજા દાવમાં 7પ રનમાં 8 વિકેટ
લીધી હતી.
ડેબ્યૂ મેચમાં પાંચ
વિકેટ લેનાર ભારતીય બોલર્સ
2026 માનવ
સુથાર વિ.
અફઘાનિસ્તાન
2021 અક્ષર
પટેલ વિ. ઇંગ્લેન્ડ
2013 મોહમ્મદ
શમી વિ.
વેસ્ટ ઈન્ડિઝ
2011 આર.
અશ્વિન વિ.
વેસ્ટ ઈન્ડિઝ
2008 અમિત
મિશ્રા વિ.
ઓસ્ટ્રેલિયા
1988 નરેન્દ્ર
હિરવાણી વિ. વેસ્ટ ઈન્ડિઝ
1979 દિલીપ
દોશી વિ.
ઓસ્ટ્રેલિયા
1967 આબિદ
અલી વિ.
ઓસ્ટ્રેલિયા
1961 વમાન
કુમાર વિ.
પાકિસ્તાન
1932 મોહમ્મદ
નિસાર વિ. ઇંગ્લેન્ડ