• મંગળવાર, 09 જૂન, 2026

અંજારમાં જાહેરમાં ધાણીપાસા ફેંકતા નવ ખેલીની ધરપકડ

ગાંધીધામ, તા. 8 : અંજારના સવાસર નાકા નજીક લોહાણા સમાજવાડી પાસે જાહેરમાં જુગાર રમતા નવ ખેલીને પોલીસે પકડી પાડી રોકડ રૂા. 45,700 જપ્ત કર્યા હતા. જો કે, જુગાર રમાડનાર શખ્સ હાથમાં આવ્યો ન હતો. અંજાર લોહાણા સમાજવાડી નજીક જમાદારવાળી શેરીમાં અનવર હુશેન સિદી નામનો શખ્સ બહારથી ખેલીઓ બોલાવી તેમને જુગાર રમાડી નાલ ઊઘરાવતો હોવાની બાતમીના આધારે પોલીસે છાપો માર્યો હતો અને અહીં ધાણીપાસા વડે નસીબ અજમાવતા પારસ મણિલાલ કોઢિયા, અકરમ ઇબ્રાહિમશા શેખ, જેસા ઉર્ફે મહેશ રાઘા રબારી, શામજી પ્રેમજી દેવીપૂજક, દિનેશ વીજુ દેવીપૂજક, અલી અસગર આલીશા શેખ, જમનશા મામદશા શેખ, સૈયદ કાસમ આરબ તથા સમીર આદમ મેમણ નામના શખ્સોને દબોચી લેવામાં આવ્યા હતા. પકડાયેલા શખ્સો પાસેથી રોકડ રૂા. 700 તથા ધાણીપાસા જપ્ત કરવામાં આવ્યા હતા. અનવર સિદી નામનો શખ્સ દેખરેખ રાખવા માટે એક ટીપના નાલ પેટે રૂા. 200 ઊઘરાવતો હતો. હાથમાં ન આવેલા આ શખ્સને ઝડપી પાડવા આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે.

Panchang

dd