• મંગળવાર, 09 જૂન, 2026

સેન્સર બોલ... રોબોડોગ ફિફાનાં આકર્ષણ

નવી દિલ્હી, તા. 8 : દુનિયાની 48 ટીમ વચ્ચે કુલ 104 મુકાબલાથી અમેરિકા, કેનેડા, મેક્સિકોનાં મેદાનો ગાજી ઊઠશે. `ફૂટબોલ મહાકુંભ' ફિફા વિશ્વકપ શરૂ થવાને હવે માત્ર ત્રણ દિવસ બચ્યા છે. આ વખતનો ફૂટબોલ મહાસંગ્રામ છેલ્લાં 96 વર્ષની સ્પર્ધાઓ કરતાં ચડિયાતો બની રહેશે. કુલ 39 દિવસ ચાલનારી આ સ્પર્ધામાં આ વખતે સેન્સરવાળા બોલથી માંડીને રોબોડોગ સુધીની પાંચ ટેકનિક આકર્ષણ જમાવશે. સ્ટેડિયમમાં સુરક્ષા માટે મેક્સિકો પોલીસે ખાસ `રોબોડોગ' તૈનાત કર્યા છે, જેની લગભગ દોઢ લાખ ડોલરમાં ખરીદી કરાઈ છે. આ રોબોડોગ મેદાન પર કોઈ વિવાદ, ઝઘડા, હિંસક ઘર્ષણ થાય તો કાર્યવાહી કરવા માટે સુરક્ષાદળોને લાઈવ વીડિયોફીડ આપશે. એ સિવાય આ વખતે વિશ્વકપના સત્તાવાર મેચ બોલનું નામ `ટ્રાયોન્ડા' છે. આ ફૂટબોલમાં ઈનર્શિયલ મેજરમેન્ટ યુનિટ સેન્સર લાગેલું છે. આ સેન્સર આસિસ્ટન્ટ રેફરીને પ્રતિ સેકંડ 500 વાર ડેટા વીડિયો મોકલશે. તેનાથી બોલની થ્રીડી ગતિવિધિ રેકોર્ડ થઈ શકે છે. તેની મદદથી ઓક્સાઈડ વગેરેમાં સટિક નિર્ણય લેવા શક્ય બનશે. આ વિશ્વકપમાં લાઈનમેન નહીં, પરંતુ એડવાન્સ સેમિઓટોમેટેડ ટેકનિક બોલના ઓફસાઈડ હોવાનો નિર્ણય લેશે. સીધી રેફરીના ઈયર પીસ પર ઓડિયો એલર્ટ મોકલશે. આ વખતે ફિફાએ એઆઈ બેઝ્ડ થ્રીડી પ્લેયર `અવતાર' લોન્ચ કર્યે છે. જે દરેક ખેલાડીના શરીરની ડિજિટલ સ્કેનનું થ્રીડી મોડેલ બનાવશે. ફિફા વિશ્વકપના તમામ 104 મુકાબલામાં રેફરી અનેક પ્રમુખ લિગની જેમ બોડી કેમેરાનો પણ ઉપયોગ કરશે, જેની મદદથી દર્શકોને મેદાન પર રમતનાં એવાં દૃશ્યો જોવા મળશે, જાણે પોતે મેદાન પર મોજુદ હોય તેવું લાગશે.

Panchang

dd