ભુજ,
તા. 8 : ભુજ-ખાવડા ધોરીમાર્ગ
પર જય બાબેરી ફાર્મ પાસેથી આધાર-પુરાવા વિનાનાં શંકાસ્પદ બાઈક સાથે શખ્સને એલસીબીએ
ઝડપી પાડયો હતો. એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે, એક શખ્સ બાબેરી ફાર્મ પાસે હાજર છે
તેના પાસેની મોટરસાઈકલમાં આગળ-પાછળ નંબર લગાડેલા નથી. આ બાઈક તેણે ચોરી કે છળકપટથી
મેળવ્યું છે. આથી એલસીબીએ તપાસ કરી મામદ ઉર્ફે હનીફ અબ્દુલ ગની સુમરા (રહે. લોરિયા,
તા. ભુજ)ને પકડી તેના કબજાનાં બાઈકના આધાર-પુરાવા માગતા ન હતા,
આથી તેની અટક કરી આગળની કાર્યવાહી કરાઈ છે.